ગોધરા શહેરમાં નવનિર્મિત રેલવે અંડરપાસ વરસાદ બંધ થયાના દસ દિવસ પછી પણ પાણીથી ભરેલો છે. મુંબઈ-દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર સ્થિત આ અંડરપાસમાં પાણી ભરાવાને કારણે માટી ધસી પડવાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. રેલવે વિભાગે આ મામલે ગંભીરતા દાખવવી અત્યંત જરૂરી છે. ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતા ભાગોળ વિસ્તારમાં […]
India
181 અભયમના કાઉન્સેલિંગથી નશાખોર પતિમાં આવ્યો બદલાવ
ભરૂચ જિલ્લાના એક ગામમાં, નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ ગુજારતા પતિને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ દ્વારા સમજાવી દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું છે. મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ કરી હતી કે પતિ શંકાના આધારે મારઝૂડ, ધમકીઓ અને આર્થિક ત્રાસ આપતો હતો. કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે […]
આતંકીઓ ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ
પાલનપુર અને સિદ્ધપુર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાત ATS દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરી છેલ્લા 15 દિવસમાં 13 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ માટે કામ કરતા આ આતંકીઓ ઝડપાતા રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ભાડે આપેલા મકાન, દુકાન […]
ટ્રાવેલ્સ સંચાલકે 48 શ્રદ્ધાળુને ઋષિકેશમાં રઝળતા મૂક્યા
વડોદરાની ‘ખોડલરાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ના સંચાલકે પાટણ જિલ્લાના 48 શ્રદ્ધાળુ પાસેથી 23 દિવસની ચારધામ યાત્રાના પૂરેપૂરા પૈસા લીધા બાદ તેમને ઋષિકેશ પાસે અધવચ્ચે રઝળતા મૂકીને ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યાત્રાનું આયોજન કરનાર ખેડૂત યુવકે શ્રદ્ધાળુઓની જવાબદારી સમજી પોતાના અંગત ખર્ચે પ્રવાસ પૂરો કરાવ્યો હતો. આ મામલે ભોગ બનનારે વડોદરા પોલીસ […]
સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
સાબરમતી નદીના પ્રદૂષણ મામલે થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણી અને ભવિષ્યના સુએજ પ્લાનિંગને લઈને તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે મેગા પાઇપલાઇન ઓથોરિટી અને ધોળકા નગરપાલિકાને આડે હાથ લઈ કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. ત્રણ CETP દ્વારા મર્યાદા કરતાં વધુ […]
72 વર્ષીય વૃદ્ધને અડફેટે લેનાર સગીર સામે ગુનો દાખલ
અમદાવાદ શહેરમાં સગીર વયના વાહનચાલકો દ્વારા થતા જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વાડજ વિસ્તારમાં આવેલી ભાવસાર હોસ્ટેલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક 72 વર્ષીય વૃદ્ધને પૂરઝડપે આવી રહેલા સગીર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરચાલકે જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સગીરના પરિવારે મામલો દબાવવાના […]
માણાવદર તાલુકા પુસ્તકાલયની દાતાઓએ મુલાકાત લીધી
માણાવદરના નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયની તાજેતરમાં સામાજિક અગ્રણીઓ અને દાતાઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ‘અનસૂયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ગૌ મહિમા, ગૌ વંદના’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ પુસ્તકાલય માણાવદરના સિનેમા ચોક ખાતે આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં કાર્યરત છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક અને નિયામક ડૉ. પંકજ ગોસ્વામીના […]
વિસાવદર પોલીસને મળી મોટી સફળતા
ગુજરાતમાં હાલના સમયમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વધતા ઉપયોગની સાથે સાથે લોકોની મહેનતની કમાણી લૂંટી લેતા સાયબર ઠગો પણ બેફામ બન્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ આવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં ભોળા નાગરિકોને અલગ-અલગ લાલચ આપીને તેમના બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ પણ સજ્જ […]
ગિરનારમાં પ્રથમ દિવસે જ IN/OUT ઓનલાઈન રજીસ્ટ્રેશનનો ધબડકો
જૂનાગઢ ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આજથી(18 જુલાઈ) જ અવરજવર માટે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે યાત્રાળુઓ સ્થળ પર પણ QR કોડ સ્કેન કરી સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે. પરંતુ સમગ્ર મામલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે […]
અભયમ ટીમે રસ્તે ભટકતી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી પીડિત એક મહિલાને ‘181 અભયમ હેલ્પલાઇન’ દ્વારા મદદ પૂરી પાડી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. જામનગર અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને મહિલાને સુરક્ષિત આશ્રય અને નવું જીવન આપ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ પરિણીત મહિલાને તેનો પતિ નશાની હાલતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિના અસહ્ય મારકૂટથી […]










