Gujarat

અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી કરોડોની લુંટ કરનાર દંપતીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું

સામાન્ય લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર ઠગ દંપતી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયું છે, મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ […]

Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી

ઉમરગામ તાલુકામાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલશ્રી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની સાદગી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમરગામ તાલુકામાં આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ‘માં સહભાગી થવા માટે તેમણે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ […]

Gujarat

અમદાવાના મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે ઓર્ડર કર્યો વેજ બર્ગરનો, મળ્યુ નોનવેજ બર્ગર

શહેરના બોપલ વિસ્તારમાં આવેલ મેક ડોનાલ્ડમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે ગંભીર સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી ‘મેકડોનાલ્ડ્સ‘ ની બ્રાન્ચ દ્વારા એક શાકાહારી ગ્રાહકને ઓનલાઈન ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ ચિકન/નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો. શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી […]

Gujarat

જામનગરમાં 14 સ્થળોએ ‘વન કવચ’ વિકસાવાયા

“વન કવચ” ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે. તેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવું, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વન કવચમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર […]

Gujarat

જામનગરમાં ખનીજ ચોરી સામે કાર્યવાહી, 90 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગે સઘન કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાની સૂચનાથી, તપાસ ટીમે જામજોધપુરના જસાપર અને જામનગરના ધુતારપર ગામમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જસાપર ગામના નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન અંગે બાતમી […]

Gujarat

વલસાડમાં બે મહિનામાં 86 માર્ગ અકસ્માત, 56 લોકોનાં મોત

વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિના (એપ્રિલ અને મે 2026) દરમિયાન માર્ગ અકસ્માતોમાં 56 લોકોના મોત થયા છે. કુલ 86 નાના-મોટા અકસ્માતો નોંધાયા છે, જેમાં 37 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ આંકડા જિલ્લામાં માર્ગ સલામતીની સ્થિતિ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે પ્રાપ્ત વિગતો અનુસાર, એપ્રિલ 2026માં, જિલ્લામાં 24 જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં […]

Gujarat

ન્યાય મંદિરના નવા કોર્ટ સંકુલનું આવતીકાલે લોકાર્પણ

સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ ‘ન્યાય મંદિર’નું આવતીકાલે, 5 જૂન, 2026ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંકુલમાં હિંમતનગરની તમામ અદાલતો કાર્યરત થશે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને સુવિધાયુક્ત બનાવશે. ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ અને સાબરકાંઠા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ હેમંત એમ. પ્રચ્છકના વરદ હસ્તે સવારે 10 કલાકે આ […]

Gujarat

પ્રેમસંબંધની અદાવતમાં વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

શહેરના રખિયાલ વિસ્તારમાં પ્રેમસંબંધની જૂની અદાવત રાખીને એક 27 વર્ષીય વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. યુવતીના પતિએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળીને યુવકને અજીત મીલ ચાર રસ્તા પાસેથી જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધો હતો અને છેક બાલાસિનોર લઈ જઈ નિર્દયતાપૂર્વક ફટકાર્યો હતો. આ […]

Gujarat

ધંધુકામાં પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

ધંધુકા મામલતદાર કચેરી ખાતે આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી. સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજિતસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી તાલુકા મામલતદાર […]

Gujarat

અમદાવાદમાં ડ્રગ્સની પાર્ટી કરતું યુગલ ઝડપાયું

અમદાવાદમાં કરોડોના ડ્રગ્સના કેસો વચ્ચે હવે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ થયો છે. કાલુપુરમાં ઝકરીયા મસ્જિદ સામે આવેલી સન્ની હોટલના રૂમ નંબર-109માં એક યુવક અને યુવતી નશાની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે ઝોન-3 લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા એમડી ડ્રગ્સ સાથે બંને ઝડપાઈ ગયા હતા. નશીલા પદાર્થની બાતમીના આધારે પોલીસે […]