Gujarat

કોરોનામાં 10 હજાર દર્દીના કિડની-લીવર, લોહીના કણો કે લોહી ગંઠાઈ જવા સહિતની તપાસ કરાઈ

કોરોના મહામારી દરમ્યાન અત્યાર સુધીમાં જી.જી.ની કોવિલ હોસ્પિટલની પેથોલોજી લેબમાં દસ હજાર કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ દર્દીના લોહીની વિનામૂલ્ય તપાસ કરવામાં આવી છે. રોગની માત્રા , બિમારી ગંભીર છે કે નહી તેની ચકાસણી બાદ તબીબો નિર્ણય લઇ સારવાર કરે છે. જામનગરની જી.જી.ની તમામ લેબોરેટરી સર્વિસિઝના વડા ડો. વિજય પોપટે જણાવ્યું હતું કે, માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા બેકટેરિયા-વાયરસ […]

Gujarat

જામનગરના બેડી રોડ ઉપર દબાણો હટાવાયા ઉશ્કેરણી કરાતા બબાલ

જામનગરના બેડી વિસ્તારમાં રોડ પર ગેરકાયદેસર ૨૦૦૦ ફૂટ ખડકાયેલા બાંધકામ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગે હથોડો ઝીંકી દીધો હતો. જો કે, આ સમયે બબાલ થતાં પોલીસને બોલાવી પડી હતી. મહાપાલિકાએ દબાણવાળી જગ્યાને તાત્કાલિક ખાલી કરાવી ત્યાં તુરંત જ રોડનું કામ ચાલુ કરાવી દીધું હતું. જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખાની ટીમે સોમવારે સવારે ૧૧ વાગ્યાથી […]

Gujarat

દરેડમાં સંવેદનશીલ યુવતિએ પંખામાં સાડી બાંધીને જિંદગીને ગળાટુંપો આપી દીધો04:

જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી એક યુવતિએ ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવી લીધુ હતું. મૃતકના પિતા બે માસથી બિમારી રહેતા હોવાથી તેની ચિંતામાં મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયુ છે. બનાવના પગલે શ્રમિક પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જામનગરની ભાગોળે દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી લક્ષ્મીબેન નટવરભાઇ […]

Gujarat

ધ્રોલના દેડકદળમાં બિમારીથી કંટાળી વૃધ્ધાનો આપઘાત

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામે રહેતા ધનુબેન ડાયાભાઇ મકવાણા (ઉ.વ.૮૦) નામના વૃધ્ધાએ મોડી રાત્રે પોતાના ઘરના ફળીયામાં શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતું. આ બનાવની મૃતકના પુત્ર પ્રવિણભાઇ મકવાણાએ જાણ કરતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી. મૃતકની છેલ્લા ચારેક […]

Gujarat

અમદાવાદ : નહેરુબ્રિજ 15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી માટે રહેશે બંધ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા વર્ષ 1962માં બનેલા સાબરમતી નદી પરના નહેરુ બ્રિજના રિપેરિંગ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. નહેરુબ્રિજના નિર્માણને આશરે 58 વર્ષ થઈ ચૂક્યાં હોઇ તે અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી તિરાડ પડી હોઇ તેના પિલરની બેરિંગ પણ ત્રાંસી થઇ ગઇ છે. તેના રીપોરીંગનું […]

Gujarat

જામનગરમાં રિક્ષામાંથી દોઢ પેટી દારૂ પકડાયો, રિક્ષા ચાલક ફરાર

જામનગરમાં સીટી બી પોલીસે મધરાતના સુમારે પસાર થતી રીક્ષાને અટકાવી હતી જે વેળાએ તેનો ચાલક રીક્ષા મુકીને અંધારામાં નાશી છુટ્યો હતો.આથી પોલીસે રીક્ષાની તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની ૧૮ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.નવ હજારનો દારૂ અને રીક્ષા સહિત રૂ.૬૯ હજારની મતા કબજે કરી હતી અને રીક્ષા ચાલક સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો […]

Gujarat

જામનગરમાં વધુ એક ક્રિકેટનો ડબ્બો પકડાયો, ટ્રાન્સપોર્ટ ધંધાર્થી ઝડપાયો

જામનગરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળ ગોલ્ડન સીટી પાસે સીટી સી પોલીસે એક મકાનમાં દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થીને પકડી પાડીને રોકડ-મોબાઇલ સહિત રૂ.૪૬,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પોલીસ પૂછપરછમાં વધુ છ શખ્સના નામ ખુલતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરવામાં આવીછે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં સીટી સી પોલીસની ટીમને પેટ્રોલિંગ […]

Gujarat

જામનગરમાં 2 ના મોત પણ કોરોના રિપોર્ટ નેગેટિવ

જામનગરમાં ૨૪ કલાકમાં ૨ દર્દીના મોત નિપજયા છે પણ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સો શહેરમાં ૧૧ અને જિલ્લામાં ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. કોવિડ વોર્ડમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં ૨ દર્દીના મોત થયા છે. બં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. સોમવારે શહેરમાં ૧૦ અને જિલ્લામાં ૫ મળી કુલ ૧૫ દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

Gujarat

જામનગરમાં 15મીએ મુખ્યમંત્રી વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ૧૫ જાન્યુઆરીના રોજ જામનગર આવશે. જામનગર શહેરમાં તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને કેટલાક કામોના ખાતમૂર્હત પણ કરશે. સીએમના આગમનના પગલે જામનગરના વહિવટી તંત્ર દ્વારા સોમવારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા મુજબ તૈયારી આરંભી દેવાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧૫ જાન્યુઆરીના રોજ જામનગર આવી […]

Gujarat

રાજકોટ : વડાળી ગામે વાડીમાં વાછરડીનો શિકાર કરવા 3 સિંહોએ હુમલો કર્યો

રાજકોટ શહેર આજે સવારે ફરી ૩ સિંહોએ વડાળી ગામે ધામા નાખ્યા હતા. વહેલી સવારે ૪ વાગ્યે વડાળી ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોરધનભાઈ શામજીભાઇ બારૈયા નામના ખેડૂત પોતાની વાડીએ સુતા હતા. વાડીમાં બાંધેલી એક લાખની કિંમતની કૃષ્ણકપીલા વાછરડીને ગરદનના ભાગે ત્રણેય સિંહોએ પકડી હતી. શિકાર થાય તે પૂર્વે વાછરડીએ ભામ્ભરણા નાખતા ગોરધનભાઈ અને આજુબાજુના વાડીમાં […]