Gujarat

સોમનાથ મંદિરના ‘સ્વાભિમાન પર્વ‘માં પ્રધાનમંત્રી મોદી ભારતના સભ્યતા વારસાની ઉજવણી કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી ત્રણ દિવસની ગુજરાત મુલાકાત માટે રાજકોટના હીરાસર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા સોમનાથ જવા રવાના થતાં પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજકોટના મેયર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવાના છે, જાહેર કાર્યક્રમમાં ભાગ […]

Gujarat

ક્રેડિટ કાર્ડના લાખોના બિલ ભરવા વૃદ્ધોને નિશાન બનાવતી ટોળકી ઝડપાઈ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના લાખો રૂપિયાના દેવા ભરવા માટે સીનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હતા. સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ વૃદ્ધોના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં સેરવી લેતા હતા. આ કૌભાંડનો મુખ્ય હેતુ […]

Gujarat

રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘે સમીક્ષા કરી, મતદાર યાદી સુધારણા કામગીરી સમયસર પૂર્ણ કરવા ભાર

રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)એ સુરત જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેઓ ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના એમ.ડી. પણ છે. તેમણે નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ […]

Gujarat

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા

મગદલ્લા જંક્શન પાસે ચાની દુકાન ચલાવતા રોહિતસિંઘની હત્યાના કેસમાં કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ રહી હતી કે, અનેક મહત્વના સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હોવા છતાં, વૈજ્ઞાનિક પુરાવાઓ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે ન્યાય મળ્યો હતો. મરનારનું લોહી જે આરોપીઓના કપડાં અને હથિયાર પર મળી આવ્યું હતું, તે […]

Gujarat

અલથાણમાં 235 કિલો સડેલા બટાકા-ચણા અને 10,000 પુરીઓનો નાશ

સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકાએ ઝુંબેશ તેજ કરી છે. અઠવા ઝોનના આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી-ગલ્લાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું ભયાનક સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તંત્રએ સ્થળ પર જ કાર્યવાહી કરી અંદાજે 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા અને માવા-મસાલાનો નાશ […]

Gujarat

નિકોલ રોડના નરનારાયણ ફ્લેટમાં તસ્કરો બંધ મકાનના તાળા તોડી 9 લાખના દાગીના લઈ ફરાર

શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. શહેરના નિકોલ રોડ પર આવેલા એકજ ફ્લેટના ત્રણ મકાનમાં ધોળા દિવસોએ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતા ચકચારમચી ગઈ છે. તસ્કરોએ ત્રણ મકાનમાં તાળા તોડીને ધુસ્યા હતા અને 8.66 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. ધોળા દિવસે ચોરી થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કૃષ્ણનગર […]

Gujarat

શાતિર મહિલા સેકન્ડોમાં સોનાની વીંટીઓ લઈ બગસરાની પધરાવી દેતી

અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી […]

Gujarat

જૂનાગઢ પુરવઠા વિભાગની રેશન કાર્ડ ધરાકો સામે લાલ આંખ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અનાજ અને કઠોળ પૂડું પાડવા માટે અનેક યોજનાઓ અમલી છે. જોકે, ઘણા આર્થિક સધ્ધર લોકો પણ ગરીબોના હકનું અનાજ પડાવતા હોવાની વિગતો સામે આવતી હોય છે. આ દિશામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી (e-KYC) ની સઘન કામગીરી હાથ ધરવામાં આવી […]

Gujarat

ઉત્તરાયણ પર્વ નિમિત્તે જામનગર શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે 15 સેન્ટરો કાર્યરત કરાશે

ઉત્તરાયણના પર્વ નિમિતે જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા કરૂણા અભિયાન-2026 અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરી માટે સંસ્થાઓને સાથે રાખીને 15 સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. જામનગરમાં શિયાળામાં દેશ-વિદેશના લાખો પક્ષીઓ મહેમાન બને છે. મૃત્યુ પામે છે. જેથી પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન અંતર્ગત 15 સેન્ટરો કાર્યરત કરાવવામાં આવશે. જેમાં જામનગર શહેરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની […]

Gujarat

જામનગરના ગોકુલનગરમાં પાંચ સામે ફરિયાદ, પાડોશીઓએ યુવાનને માર મારી મોબાઈલ તોડી ચેઇન ઝુંટવ્યો

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. પાંચ શખ્સોએ યુવાનના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા અને ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ, ગોકુલનગર શેરી નં-2, ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સંજય જીવણભાઈ કોરિયા […]