International

જગુઆર-લેન્ડ રોવરનો એક મહિના માટે અમેરિકામાં નિકાસ અટકાવ્યો

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ૨૫ ટકા ટેરિફની અસર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન સહિત યુરોપના ઓટો સેક્ટર પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેને પગલે યુરોપના દેશોની અમેરિકામાં કારની નિકાસ મોંઘી થશે. આવા સમયે ટાટા મોટર્સની પેટા કંપની જગુઆર લેન્ડ રોવરે બ્રિટનમાં ઉત્પાદિત તેની કારની એક મહિના માટે અમેરિકામાં નિકાસ નહીં કરવાનો ર્નિણય કર્યો […]

International

ઈઝરાયલે બ્રિટનના ૨ સાંસદને પ્રવેશ ન આપ્યો, એરપોર્ટ પર જ અટકાયતપ મામલો ગરમાયો

ઈઝરાયલે હવે બ્રિટન સામે જ કડક વલણ અપનાવ્યું છે જેમાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર મામલે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયલ દ્વારા અમારા […]

International

અમેરિકાના ટેરિફ લગાવવા પર ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર ૩૪ ટકા ટેરિફની જાહેરાત

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર ટેરિફની જાહેરાત કર્યા બાદ જાણે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાને ટેરિફ લગાવવા પર વળતો જવાબ આપવા […]

International

અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ અને ટોર્નેડો ત્રાટકતાં ૬ના મોત અનેક લોકો ઇજાગ્રસ્ત

સાઉથ અને મીડવેસ્ટમાં બે લાખથી વધુ ઘરોમાં વાવાઝોડાંથી વીજળીગુલ અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં બધા લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે લગભગ બે લાખ જેટલા ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં ઉડી ગયા, મોટી સંખ્યામાં ગાડીઓને પણ […]

International

ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવા આદેશ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સરકારી કર્મચારીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના સરકારી કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો […]

International

ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની નીતિ જાહેરાત બાદ અમેરિકાના શેરબજારમાં ભારે કડાકો

ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી દુનિયાભરના શેરબજારોમાં ઉથલપાથલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કર્યાના કલાકોમાંજ દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જાેવા મળી રહ્યો છે. હાલમાં […]

International

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું

અમેરિકામાં હવે શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાજ વરસી હોય તેમ લાગી રહ્યું છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારીઓને મંગળવારે બરતરફીની નોટિસ મળવા લાગી. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર ૧૦,૦૦૦ લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ […]

International

તાઇવાન નજીક ચીનની મોટા પાયે લશ્કરી કવાયત; આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી

ચીન અને તાઇવાન વચ્ચે ફરી એકવાર તણાવમાં વધારો?? ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ફરી એકવાર તાઇવાન નજીક મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીનની આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. ચીની સેનાએ મંગળવારે તાઈવાનની આસપાસના પાણી અને હવાઈ ક્ષેત્રમાં મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર […]

International

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને ‘ટેરિફ યુગ‘ની શરૂઆત કરશે

વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે ૨ એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવનાર ટેરિફ તરત જ અમલમાં આવશે, જ્યારે ઓટો ટેરિફ ૩ એપ્રિલના રોજ નિર્ધારિત મુજબ લાગુ કરવામાં આવશે. જાેકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં […]

International

ડેમોક્રેટિક સેનેટર કોરી બુકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ ઈતિહાસનું સૌથી લાંબુ ૨૫ કલાકનું ભાષણ આપ્યું

બુકરના ભાઈ અને તેમના સંબંધીઓ સંસદની ગેલેરીમાં બેસીને તેમને સાંભળતા રહ્યા ડેમોક્રેટિક સેનેટર કોરી બુકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે. આ સાથે તેમણે ૧૯૫૭નો રેકોર્ડ તોડ્યો. બુકરે મંગળવારે ૨૫ કલાક અને પાંચ મિનિટનું મેરેથોન ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર અને તેમના ર્નિણયો પર જાેરદાર […]