ન્યુયોર્ક ન્યૂયોર્કમાં આકાશને આંબતી વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત પર વીજળી પડવાનો અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે અમેરિકામાં ભારે તોફાન આવ્યું હતું ત્યારે રાતે શૂટ કરવામાં આવ્યો હતો. વજ્રપાત એટલું શક્તિશાળી હતું કે ચારે તરફ રોશની ફેલાઈ ગઈ હતી. કેટલાક દિવસ પહેલાં બ્રાઝિલમાં ઐતિહાસિક યીશુ પ્રતિમા પર આવું દૃશ્ય જાેવા મળ્યું હતું. ટિ્વટર […]
International
કેનેડાથી નદી માર્ગે અમેરિકા જવાનો પ્રયાસ કરનારા ૮ લોકોને મળ્યું મોત!.. જેમાં ૪ લોકો ગુજરાતના હોવાની વિગતો
કેનેડા કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવાની વધુ એક ઘટના સામે આવી છે, આ વખતે કુલ ૮ લોકોના મોતની ખબર આવી છે જેમાં ૪ લોકો ગુજરાતના હોવાની વિગતો મળી રહી છે. સેન્ટ લોરેન્સ નદી પાર કરતી વખતે બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે તેમાં સવાર લોકોના મોત થયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આ […]
ઇટલીએ AI સોફ્ટવેર ચેટજીપીટી પર લગાવ્યો પ્રતિબંધ, બન્યો યુરોપનો પ્રથમ દેશ
ઇટલી ઇટલીએ આર્ટિફિસિયલ ઇન્ટેલિજેન્સ સોફ્ટવેર ચેટજીપીટી પર તત્કાલ પ્રભાવથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. આ યુરોપનો પહેલો દેશ છે, જેણે આ અત્યાધુનિક સોફ્ટવેર પર પ્રતિબંધ લગાવ્યો છે. નવેમ્બર ૨૦૨૨માં ચેટજીપીટીના અસ્તિત્વમાં આવ્યા બાદ તેના પર રશિયા, ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા પહેલાથી જ પ્રતિબંધ લગાવી ચુક્યા છે. ચેટજીપીટી સામાન્ય વ્યક્તિની જેમ પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ […]
અમેરિકામાં ગુજરાતી મૂળની ૫ વર્ષની માયા પટેલના મોત મામલે આરોપીને ૧૦૦ વર્ષની જેલની સજા
વોશિંગ્ટન અમેરિકામાં વર્ષ ૨૦૨૧માં બનેલી ફાયરિંગની ઘટનામાં મૂળ ગુજરાતી પરિવારની માયા નામની દીકરીનું મોત થઈ ગયું હતું. હોટલમાં બાળકીને માથામાં ગોળી વાગ્યા પછી સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. આ કેસમાં ૩૫ વર્ષના આરોપી શખ્સ કે જેના દ્વારા અન્ય ઝઘડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને કોર્ટે ૧૦૦ વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકાના લુઈસિયાનામાં […]
અમેરિકામાં ટોર્નેડોથી તબાહી મચી, વાવાઝોડા સાથે કરા, ૨૩ના મોત, કેટલાંય થયા લાપતા
વોશિંગ્ટન અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય મિસિસિપ્પીમાં મોટી તબાહી અને જાનહાનિના સમાચાર છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભીષણ વાવાઝોડા અને જાેરદાર વાવાઝોડાથી અહીં ૨૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ થયા હતા. અહીં મૃતકોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. આ વિસ્તારમાં ભારે વરસાદ સાથે ગોલ્ફ બોલ જેટલા મોટા કરા પડ્યા છે. ટોર્નેડોના કારણે નાશ […]
બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ બહાર ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓએ ફરી એકવાર ભારે ઉત્પાત મચાવ્યો
લંડન બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ બહાર બુધવારે ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓએ ફરી એકવાર ભારે ઉત્પાત મચાવ્યો હતો. જાે કે, આ વખતે લંડન મેટ્રોપોલિટન પોલીસે ત્યાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને ઉચ્ચાયોગ બહાર બેરિકેડ્સ લગાવી નાંખ્યા હતા. તેને કારણે પ્રદર્શનકારીઓ ભારતીય ઉચ્ચાયોગ પાસે પહોંચી શક્યા નહોતા. પોલીસે ઉચ્ચાયોગથી અમુક અંતરે રોક્યાં હતા. તેનાથી હેબતાઈને પ્રદર્શનકારીઓએ […]
ચીનના લોકો ભારતના પ્રધાનમંત્રી મોદીને માને છે દુનિયાના સૌથી ખાસ નેતા
બેઇજીંગ અમેરિકન મેગેઝિન “ડિપ્લોમેટ” માં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં નેટીઝન્સમાં ખૂબ જ લોકપ્રિય છે, અને તેમને પ્રેમથી ‘મોદી લાઓક્સિયન’ કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવે છે, જેનો અર્થ છે “મોદી અમર છે”. બંને દેશો વચ્ચે સરહદોમાં વિવાદ હોવા છતાં આંતરરાષ્ટ્રીય નેતા તરફથી આ એક દુર્લભ અને ગૌરવપૂર્ણ વાત […]
અમેરિકાની એક શાળામાં શિક્ષકે જબરજસ્તીથી બાળકો પાસે લખવડાયો આ વિષય પર નિબંધ
વોશિંગ્ટન શિક્ષક વિશે કહેવાય છેકે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ. મહાન ગુરુ ચાણક્યએ કહેલું આ વાક્ય સાચું જ છે. પણ જ્યારે એજ શિક્ષક સારી બાબતોને બદલે જ્યારે વિદ્યાર્થીઓને ખરાબ બાબતોનું જ્ઞાન આપવા લાગે છે ત્યારે બાળકોના માનસ પર તેની ખરાબ અસર પડે છે. અને સમાજ જીવનમાં તેની ખુબ […]
UK માં ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ કરી, તિરંગો પણ ઉતાર્યો
બ્રિટેન બ્રિટનમાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. ખાલિસ્તાની સમર્થકોએ રવિવારે બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી અને ખુબ સૂત્રોચ્ચાર કર્યા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનની ઈમારત પર લાગેલા તિરંગાનું પણ અપમાન કર્યું. આ લોકોના હાથમાં ખાલિસ્તાની સમર્થક અને કટ્ટરવાદી ઉપદેશક અમૃતપાલ સિંહના પોસ્ટર હતા. આ ઘટના બાદ મોદી સરકારે ભારતમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ […]
દેવું લઈને ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે કોઈ બાંધછોડ નહીં કરાય, ભલે ગમે તે થાય ઃ પાકિસ્તાનના વિત્ત મંત્રી
ઈસ્લામાબાદ પાકિસ્તાન કંગાળ થવાની આરે છે. આર્થિક કટોકટી એટલી હદે વધી ગઈ છે કે મિત્ર દેશોએ પણ ઉધાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી પણ ઉધાર નથી મળ્યું. આ બધું થવા છતાં પાકિસ્તાનની અક્કલ ઠેકાણે નથી આવી અને તેણે આડોડાઈ ચાલુ જ રાખી છે. ૈંસ્હ્લની શરતને લઈને પાકિસ્તાનના […]









