Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 અખબારીયાદી તા.૧૯/૦૩/૨૦૨૦ એ.ટી.આર એરક્રાફટ૭૨સીટરTru

જૂનાગઢ
તા.20.3.2020

અખબારીયાદી
તા.૧૯/૦૩/૨૦૨૦
એ.ટી.આર એરક્રાફટ૭૨સીટરTrujetઅમદાવાદથીકેશોદ વિમાન સેવાનો તા.૨૯મી માર્ચ ૨૦૨૦ થી પ્રારંભ થનાર હતો જે કોરોના વાઈરસના સાવચેતીના ભાગરૂપે મોકૂફ રાખવાનો નિર્ણયલેવાયો

કોરોના વાઈરસ સંદર્ભેકેન્દ્રસરકારે જાહેર કરેલ એડવાઈઝરીને અનુસરીનેપ્રજા હિત માટેનિર્ણય : પ્રવાસન મંત્રી જવાહર ચાવડા

આ વિમાની સેવાની પ્રારંભનીઆગામીતારીખ ૧-એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે

જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રવાસન મંત્રીશ્રીજવાહર ચાવડાએએક અખબાર યાદીમાં જણાવેલ છે કેરાજ્યસરકાર અગમચેતીનાં અનેક પગલાંઓ લઈ રહી છે.
વિદેશીપ્રવાસીઓમાટે અનુકુળ અને ઉત્તમ વ્યવસ્થા સાથે તા. ૨૯મી માર્ચ ૨૦૨૦ના રોજTrujet કંપનીનું એ.ટી.આર ૭૨ સીટર એરક્રાફટ અમદાવાદ થી કેશોદ વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવનાર હતો જે હાલ વિશ્વભરમાં ચાલી રહેલ કોરોના વાઈરસની તકેદારીના ભાગરૂપે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
સાવચેતી અને સાવધાની,એ જ વાઇરસજન્ય રોગોને નાથવાની પ્રથમ શરત: આગામી દસ-પંદર દિવસ ખૂબ મહત્વપૂર્ણ,આપણે સાથે મળી ને કોરોનાને હરાવીએના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના આ સંદેશને ચરિતાર્થ કરવા મક્કમ બનીએ.
આ વિમાની સેવાનાપ્રારંભનીઆગામીતારીખ૧-એપ્રિલ બાદ જાહેર કરવામાં આવશે તેમ અંતમાં મંત્રીશ્રીએ જણાવેલ છે.

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *