Uncategorized

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જના અધ્યક્ષ સ્થાને ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લાની યોજવામાં આવેલ ક્રાઇમ કોન્ફરન્સ

*પ્રેસનોટ*
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જના અધ્યક્ષ સ્થાને ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લાની યોજવામાં આવેલ ક્રાઇમ કોન્ફરન્સ

આજરોજ *ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબના અધ્યક્ષ સ્થાને* પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, અમરેલી ખાતે ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તથા ત્રણેય જીલ્લાના ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓની કાયદો અને વ્યવસ્થાને લગતી ક્રાઇમ કોન્ફરન્સ મિટીંગ યોજવામાં આવેલ જેમાં ગુન્હાઓની સમીક્ષા કરવામાં આવેલ તેમજ નીચે મુજબના મુદ્દાઓને લગતી વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ દ્રારા આપવામાં આવેલ
તાજેતરમાં સરકારશ્રી દ્રારા વ્યાજખોરી, છેડતી, જાતીય સતામણી, ગેમ્બલીંગના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા એકટમાં થયેલ નવા સુધારા મુજબ આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
આગામી સમયમાં સરકારશ્રીએ કરેલ નવી જોગવાઇ અનુસાર લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ કઇ રીતે કાર્યવાહી કરવી જે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
તાજેતરમાં ભાવનગર રેન્જ દ્રારા અમરેલી જીલ્લામાં પાસા એકટમાં નવા સુધારા મુજબ કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી.
પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ FINANCIAL ANGLE TO INVESTIGATION બાબતના કાયદાની જોગવાઇ પ્રેઝન્ટેશન બતાવેલ અને ગેરકાયદેસર મિલ્કત પચાવી પાડેલ હોય કે ગેરકાયદેસર રીતે મિલ્કત ઉપજાવેલ/ઉભી કરેલ હોય તેવા ઇસમો વિરૂધ્ધ કયા કાયદા મુજબ કાર્યવાહી કરી શકાય તેનુ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ દ્રારા માર્ગદર્શન આપવામાં આવેલ.
પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર નાઓએ P.I.T. N.D.P.S. ના નવા કાયદા બાબતે તથા N.D.P.S. એકટનુ પ્રેઝન્ટેશન બતાવેલ અને જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ દ્રારા માર્ગદર્શન આપવામાં આવેલ
મીસીંગ/અપહરણ થયેલ ૦ થી ૧૮ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના બાળકો, યુવતીઓ વિગેરેને શોધી કાઢવા અંગેની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
ગુજરાત પોલીસના મહાત્વકાંક્ષી પ્રોજેકટ ઇ-ગુજકોપ અંતગર્ત ભાવનગર રેન્જ હેઠળ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.
કોસ્ટલ સીકયુરીટી અંગે સમીક્ષા કરવામાં આવી.

IMG-20200919-WA0008-2.jpg IMG-20200919-WA0006-1.jpg IMG-20200919-WA0007-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *