Delhi

માલેગાંવ બ્લાસ્ટમાં એટીએસ એ આરએસએસ નેતાઓને ફસાવવા દબાણ કર્યું

નવીદિલ્હી
૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં એક મોટરસાઈકલમાં થયેલા વિસ્ફોટમાં ૬ લોકોના મોત થયા હતા. તેમજ ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે આ કેસની તપાસ મહારાષ્ટ્ર છ્‌જીને સોંપવામાં આવી હતી. જાેકે, છ્‌જીએ આ કેસમાં ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, સમીર કુલકર્ણી, અજય રાહિલકર, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીને દોષી ઠેરવ્યા હતા.ર્ આ તમામ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત આતંકવાદની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ આ આરોપોમાં આરોપીને આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજાની જાેગવાઈ કરવામાં આવી હતી.ત્યારે હાલ સાક્ષીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે, પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને ઇજીજીના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તેને મુંબઈ અને પુણે છ્‌જીની ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જાે તે આમ નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં અને અન્ય આરોપીઓની જેમ જ તેણે સજા ભોગવવી પડશે.ત્યારે હાલ દ્ગૈંછ કોર્ટમાં સાક્ષીએ પોતાનું ૫ પાનાનું નિવેદન નોંધીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટના એક સાક્ષીએ સ્પેશિયલ દ્ગૈંછમાં કોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો છે. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર છ્‌જીએ તેમના પર સીએમ યોગી આદિત્યનાથ સહિત ઇજીજીના ૫ નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને તે સમયે છ્‌જી ના એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીનું નિવેદન, ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યું હોવાથી છ્‌જી દ્વારા ઝ્રઇઁઝ્રની કલમ ૧૬૧ હેઠળ તે સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

Maharashtra-ATS.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *