Gujarat

આ સાથે ૬ઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવાણીના પરિપાક્રરૂપે “આયુર્વેદ મેગા હેલ્થ એક્સ્પો-૨૦૨૧”નું આયોજન

આ સાથે ૬ઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવાણીના પરિપાક્રરૂપે “આયુર્વેદ મેગા હેલ્થ એક્સ્પો-૨૦૨૧”નું આયોજન આઇ.ટી.આર.એ. દ્વારા ધનવંતરી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૯ થી ૧૨ ડિસેમ્બર સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી થનાર છે. જેમાં તમામ લોકો માટે પ્રવેશ અને આરોગ્ય વિષયક ચકાસણી, તબીબી સેવા તથા જરૂરી ઔષધ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. “આયુર્વેદ મેગા હેલ્થ એક્સ્પો-૨૦૨૧”ની મુખ્ય થીમ “આયુર્વેદ થકી પોષણ” છે.

આ “આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું ઉદઘાટન રોજ પૂ. ૧૦૮ શ્રી ક્રષ્ણમણીજી મહારાજના વરદ હ્સ્તે તા. ૦૯-૧૨-૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે થનાર છે. પ્રસંગે જામનગરના કલેક્ટશ્રી તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી અને પોલિસ અધિક્ષકશ્રી ઉપસ્થિત રહેશે.

આપશ્રી આ કાર્યક્રમમાં હાજરી આપી તેનું કવરેજ આપના માધ્યમમાં કરશો તેવી અપેક્ષા.

આ.ટી.આર.એ. ડાયરેક્ટરશ્રી વતી-

જનસંપર્ક વિભાગ,

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ,

(આઈ.ટી.આર.એ.)
જામનગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *