Gujarat

ઉનાના માઢ ગામ નજીક અલ્ટો કાર પલ્ટી મારતાં 1 નું મોત,  1ને ગંભીર ઈજા… 

દારૂ ઢીંચી કાર ચાલકે અકસ્માત કર્યો,   બિહારના  ટુરિસ્ટ  સોમનાથ દર્શન કરી દીવ આવેલા અને પરંત જતાં ધટના બની હતી.

 

ઉના તાલુકાના માઢગામ નજીક દિવ વિસ્તાર માંથી દારૂનો નશો કરી અલ્ટો કાર ચલાવી રાત્રીના નિકળેલ કાર ચાલકે બેફીકરાઈથી ચલાવતાં રસ્તા પર કાર પલ્ટી મારતા કારમાં આવેલ બિહારના એક પ્રવાસીનું ધટના સ્થળેજ કરૂણ મોત નિપજેલ હતું. આ અકસ્માતમાં વધુ એકને ગંભીર ઈજાઓ પહોચાડી હતી. અકસ્માતની ઘટના બનતા ઇજાગ્રસ્તને સરકારી હોસ્પીટલે ખસેડાયેલ.

 

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગઈ કાલે રાત્રીના ટ્રેન મારફતે અમદાવાદ આવેલાં બિહાર રાજયના તાડેશર ગામના રાકેશ કુમાર રામયાદ પ્રસાદસિંગ ઉ.વ. 38 તેમજ તેમની સાથે રામપ્રકાશ લખનસિંહ ઉ.વ. 35 એ પ્રાઈવેટ અલ્ટો કાર નં.જી.જે 03 એલઆર નં.9827 ની ગાડી ભાડે કરીને સોમનાથ દર્શન કરી દીવ આવેલા હતા. અને પરંત સાસણ જતા હતાં એ વખતે રાત્રીના સમયે ડ્રાઈવરએ નશાની હાલતમાં માઢગામ નજીક અલ્ટો કાર પલ્ટી મારતા કારમાં આવેલ બિહારના રાકેશ કુમાર રામયાદ પ્રસાદસિંગને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજેલ હતી. તેમજ તેની સાથે સંબંધિત રામ પ્રકાશને પણ ઈજાઓ થતાં સારવાર હેઠળ ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે. આ ગંભીર ધટના બનતાં પોલીસે આગળની વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *