ઊનાના સંજવાપુર ગામે રહેતો અને મજુરી કામ કરતો મેરૂભાઇ લાખાભાઇ ભાલીયા ઉ.વ.૨૬ એ કોઇ કારણોસર પોતાની મેળે ઘરના પંખા પર સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યુ હતું. આ અંગેની જાણ પરીવારમાં થતાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. યુવાનના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડવામાં આવેલ. આ અંગે સુખાભાઇ ભુપતભાઇ ભાલીયાએ પોલીસમાં જાણ કરેલ છે.
