Gujarat

ઊનામાં યુવાન ઉછીના પૈસા લીધેલ તે પરત દેવા જતાં શખ્સે લોખંડના પાઇપ વડે તુટી પડ્યો…

ઊના શહેરમાં રહેતો યુવાને પાંચેક દિવસ પહેલા શખ્સ પાસેથી ઉછીના પૈસા લીધેલ હોય અને તે પૈસા પરત આપવા ઘરે ગયેલ ત્યારે યુવાનને વગર વાંકે ભુંડી ગાળો બોલી શખ્સે ઢીકા પાટુનો મુંઢમાર મારી લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા પહોચી હતી. અને જ્ઞાતિપ્રત્યે અડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાને પોલીસીમાં ફરીયાદ નોધાવતા એટ્રોસીટી સહીતનો ગુન્હો નોધી પોલીસે તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સરફરાજ ફરીદ કુરેશીએ પાંચ દિવસ પહેલા લખનભાઇ મનુભાઇ ચોહાણને રૂ. બે હજાર ઉછીના આપેલ હતા. અને સરફરાજનો ભાઇ અસરફએ યુવાનને ઉછીના લઇ ગયેલા પૈસા આપી જવાનું કહેતા આથી લખનભાઇ પૈસા લઇ ઘરે દેવા ગયેલ ત્યારે વગર વાંકે ભુડી ગાળો બોલી લખનભાઇને ઢીંકા પાટુનો મુઢમાર મારી નીચે પછાડી દિધેલ અને લોખંડના પાઇપ વડે ડાબા પગમાં આાડેધર મારમારી ગંભીર ઇજા કરી હતી. અને શખ્સે જ્ઞાતિપ્રત્યે હડધુત કરી તને પતાવી દેવો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પોલીસમાં ફરીયાદ નોધાવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *