મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આઝાદ ભારતનુ બંધારણ ડૉ.બાબાસાહેબના અધ્યક્ષતામાં ધડવામા આવેલ 26 નવેમ્બર 1949 ના દિવસે ભારતની બંધારણ સભા દ્વારા સ્વિકારવા માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રા જેન્દ્ર પ્રસાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું.બંધારણ તૈયાર કરવામાં ર વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા. બંધારણ સ્વિકાર દિન થી ભારતના લોકોને તેમના મૂળભૂત અધિકાર મળ્યા, સમતા, સ્વતત્રતા, બંધુતા મળ્યા,શિક્ષણ નો અધિકાર મળ્યો,મત આપવાનો અધિકાર મળ્યો,ગૌરવ પૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો,વાણી સ્વતંત્રતાનો અધિકાર, શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાનો અધિકાર, હથિયાર વગર ભેગા થવાનો અધિકાર આમ ધણા બધા અધિકાર મળ્યા.
બંધારણ શક્તિ યુગ આવ્યો તે બંધારણ શક્તિ દિવસ ની ઉજવણી દહિઅપ ગામના દરેક સમાજના બાળકો ,વડીલો,બહેનો દ્વારા ૧૦૦૦ મીણબત્તી પ્રગટાવીને ધામધુમથી ઉજવવામાં આવી.
મુસ્લિમ -દલિત સમાજના આગેવાનો ઐયુબખાન પઠાણ,નાશિરઅલી સૈયદ,કુત્બુદિન સૈયદ,જેનુદ્દિન,કૌશરભાઇ હસમુખભાઈ પરમાર, મહેશભાઈ રાઠોડનો,મયુર ચોહાણ સહુ આગેવાનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.


