નવરાત્રી પર્વ ચરમસીમાં મા પહોંચી રહ્યું હોય અને ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકી ને ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે.ત્યારે વેરાવળ નિ અક્ષરધામ ટાઉનશીપ મા ગત 8 મા નોરતે સોસાયટી ના રહીશો દ્વવારા સામુહિક માતાજી ની આરતી ઉતારાય હતી. જેમાં સોસાયટી ના તમામ શેરી ના ભાઈઓ તથા બહેનો સામુહિક આરતી મા જોડાયા હતા સોસાયટી ની ગરબી મા દરરોજ પ્રાચીન ગરબા રાસ નું આકર્ષણ નું કેન્દ્ર બને છે.અને DG સિસ્ટમ અને ઢોલ નગારા ના તાલે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. અને અહીંયા અક્ષરધામ ટાઉનશીપ મા ગરબી ના રાસ પેલા સમૂહ મા રાષ્ટગીત વગાડી સૌ પોત પોતાની જગ્યા પર ઉભા રહી સોસાયટી ના રહીશો એ માન આપ્યું હતું શાપર-વેરાવળ ની આ સોસાયટી ના ગરબી આયોજન મા સૌ પ્રથમ સમૂહ રાષ્ટગાન ગાયા બાદ રાસ ની શરૂઆત કરાય હતી. જેમાં ભારત માતા કી જય ના નારા લગાવેલ હતા તેમજ સોસાયટી ની આ અનોખી પહેલ ને નગર જનો એ ખુબ બિરદાવી હતી..


