ગુજરાત વિધાનસભાના સ્પીકર ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગનો કાર્યક્રમ સપન્ન
ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાનબેન આચાર્ય એ ગીર-સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીમાં સહભાગી થતા જણાવ્યું કે, રાજ્ય સરકારની યોજના કાગળ પર ન રહેતા ગરીબ, પિડિતી રોગી સહિત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી છે. સાથે જ રાજ્યના યુવાનો કૌશલ્યવાન બને તે માટે રાજ્યના દરેક તાલુકાએ આઈ.ટી.આઈ.નુ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ યુવાનોને રોજગારીની તકો મળી રહે તે માટે વાયબ્રન્ટ સમિટિ માધ્યમથી મોટાપાયે ઔદ્યોગિક એકમો સ્થપાયા છે. આમ, રાજ્ય સરકાર દ્વારા આયોજનબદ્ધ પગલાંના પરિણામે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં પ્રથમ ક્રમે છે.
સોમનાથના રામમંદિર ઓડિટોરિયમ ખાતે ગુડ ગવર્નન્સ વીકના ભાગરૂપે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત આ સમારોહમાં ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને રોજગાર અને એપ્રેન્ટીસ પત્રોની સાથે ઈ-શ્રમ કાર્ડનુ પ્રતિકાત્મક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમને ઓનલાઈન નિહાળવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય રોજગારી નિર્માણમાં પ્રથમ સ્થાને હોવાનો શ્રેય વાયબ્રટ સમિટને આપતા ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, રાજ્ય સરકારીની પ્રજાલક્ષી નીતિઓના કારણે મોટા પાયે ઉદ્યોગોનું નિર્માણ થયું છે. જેનો લાભ રાજ્યના લોકોને મળ્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થયું છે. આ ઉદ્યોગોને માનવ બળ પૂરૂ પાડવા માટે રાજ્ય સરકારે યુવાનો માટે આઈ.ટી.આઈમાં ૨.૧૭ લાખ બેઠકો ઉભી કરી છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રાજ્યના ૬.૫ લાખ જેટલા યુવાનો તાલીમ મેળવી ચૂક્યા છે. આમ, યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર તેમની સાથે છે.
રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતા મોટાભાગની સેવાઓ-યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે. આ સાથે નિયમોમાં પણ સુધારાઓ કરીને યોજનાઓ લાભ સરળ-સુલભ રીતે મળે તે માટે સેલ્ફ ડેક્લેરેશનને પણ માન્ય રાખ્યું છે. આમ, લોકોએ જનપ્રધિનિધિઓ ઉપર વિશ્વાસ મૂક્યો તેમ સરકારે લોકો પર વિશ્વાસ મૂક્યો છે. તેમ ડો. નીમાબેન આચાર્યએ ઉમેર્યું હતું.
સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે પાણી, રસ્તા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે લોક કલ્યાણની યોજનાઓને વેગવંતી બનાવી છે. આમ, સર્વાંગી વિકાસને પ્રાધન્ય આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાએ અને નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ અને પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. કાર્યક્રમનુ શાબ્દિક સ્વાગત મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા અને આભારવિધિ આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિપક નિમાવતે કર્યું હતું.
આ કાર્યક્રમમાં કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકરી રવીન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, અગ્રણી બચુભાઈ વાજા સહિતના મહાનુભાવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


