અંકલેશ્વર
મુંબઈ થી રાજસ્થાન સ્લીપર કોચ બસ આજરોજ વહેલી સવારે ૪ઃ૩૦ વાગ્યા ના અરસા માં પસાર થઇ રહી હતી. રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર બસ વડોદરા તરફ આગળ વધી રહી હતી તે દરમિયાન સુરત તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રક ડિવાઈડર કુદાવી સામે પસાર થઇ રહેલી મુંબઈ -રાજસ્થાન તરફ જતી સ્લીપર કોચ બસ સામે ધસી આવી હતી. બસ ચાલક અકસ્માત થી બચવાના પ્રયાસ કરે તે પૂર્વે બસ ની પાછળ ના ભાગે ટ્રક ધડાકાભેર ઘુસી જવા પામી હતી. અને અંદર સુતેલા ઠાકોર પરિવાર સહીત ૬ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડી હતી. અકસ્માતમાં નરેશ ભાઈ ઠાકોર ના ૧૧ વર્ષીય પુત્ર પિયુષ નું ગંભીર ઇજા ના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે તેના નરેશભાઈ તેમની પત્ની અને અન્ય ૩ મુસાફરો ને ગંભીર ઇજા ૧૦૮ ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે વહેલી પરોઢે હળવો ત્રાફિક જામ સર્જાયો હતો. જયારે શહેર પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. જયારે બસ ચાલાક ઉદિન શૈન ની ફરિયાદ આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જયારે અકસ્માત ના કારણે સર્જાયેલી ટ્રાફિક જામ હળવો કરવા બને અકસ્માતગ્રસ્ત વાહનો ને ક્રેન ની મદદ થી બ્રિજ નીચે ખસેડ્યા હતા. અકસ્માત ટ્રકની બ્રેક ફેલ થતા અથવા ચાલક ઉંધુ નું ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો તે અંગે પોલીસે ટ્રક ચાલક ની પૂછપરછ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતારાજપીપળા ચોકડીનો ઓવરબ્રિજ ડિવાઇડર કૂદી એક ટ્રક રાજસ્થાન જતી લક્ઝરી બસમાં ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ ચાલક બચે એ પૂર્વે ટ્રક પાછળ ભાગ નો કચ્ચરધાણ વાળ્યો હતો. સ્લીપર કોચ માં અંતિમ સોફા પર પરિવાર સહીત ૬ ને ઇજા પહોંચી હતી. ઠાકોર પરિવાર ના ૧૧ વર્ષીય પુત્રનું મોત જયારે માતા પિતા ગંભીર ઇજા પહોંચી હતી. મુસાફરો ના આક્રંદ વાતાવરણ ગમગીન બન્યું બનાવ્યું હતું. અકસ્માતના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. શહેર પોલીસે બંને વાહનો બ્રિજ પર થી નીચે લાવી ટ્રાફિક હળવો કર્યો હતો. મુંબઈ થી રાજસ્થાન સ્લીપર કોચ બસ જઈ રહી હતી.
