Gujarat

રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદીરનો ૭ મો પાટોત્સવની  ઉજવાયો

સંતો,ઉદ્યોગપતિઓ,આગેવાનો સહીત મોટી સંખ્યામાં હરીભક્તોએ પાટોત્સવ તથા શાકોત્સવમાં લાભ લઈ ધન્યતા અનુભવી..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પ્રમુખસ્વામી માર્ગ ઉપર આવેલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીરના ૭ માં પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.પાટોત્વની ઉજવણી માં મહાપુજા,અન્નકુટ આરતી,સત્સંગ સભા તેમજ શાકોત્સવ સહીતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધોળકા BAPS સ્વામિનારાણ મંદીરથી પૂજ્ય હરિકીર્તન સ્વામી ખાસ પાટોત્વમાં પદ્યાર્યા હતા અને સંતો એ પોતાની હાથે શાકોત્સવ નું શાક ભક્તો માટે બનાવ્યુ હતુ.આ પાટોત્સવનું આયોજન પૂજ્ય મુનીસેવાદાસ સ્વામી તથા પૂજ્ય અમૃતસેવકદાસ સ્વામીએ કર્યુ હતુ.૭ માં પાટોત્સવની સેવા ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા તેમજ શાકોત્સવની સેવા આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ રાજુભાઈ મકવાણા તરફથી આપવામાં આવી હતી.પાટોત્સવ પ્રસંગે વિશિષ્ટ મહાપુજા,મહાઆરતી તેમજ સ્વામિનારાયણ ભગવાનને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.આ પાટોત્સવમાં ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક રાજુભાઈ મકવાણા,રાસ બેરીંગ કંપનીના માલીક હરીભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા,લલિતભાઈ સોલંકી,રાણપુર ગ્રામ પંચાયતના નવા ચુંટાયેલા સરપંચ ગોસુભા પરમાર,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,મકસુદભાઈ શાહ,બાપાલાલ પરમાર તેમજ રાણપુરના ડોક્ટરો,વકીલો,વેપારીઓ સહીત મોટી સંખ્યામાં રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાંથી હરીભક્તોએ પાટોત્સવ નો લાભ લીધો હતો.આ પાટોત્સવને સફળ બનાવવા મહીલા મંડળ અને યુવક મંડળ દ્રારા ખુબજ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *