મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકા ના સિંઘાલી ગામનાં ઇન્ડિયન આર્મી મા ફરજ બજાવતા મનોજસિંહ પરમાર જે હાલ રજા લઈને પોતાના માદરે વતન સિંગાલી ગામે આવ્યા છે આ દરમિયાન તેઓ પોતાં ગામ ના તથા આજુબાજુ ગામના ૫૦ જેટલાં યુવાનોને આર્મિ ની ટ્રેઈનીંગ આપી રહ્યા છે. જેમનો ઉદ્દેશ છે કે વધુમાં વધુ યુવાનો ઇન્ડિયન આર્મી માં જોડાય. સિંઘાલી ગામના ગ્રામજનોએ મનોજ સિંહ પરમાર નો તથા જયદીપસિંહ. તથા દિલીપ સિંહ નો તેમની આ સેવાકીય કાર્ય નો આભાર વ્યક્ત કર્યો હતો.


