Gujarat

અલીયાથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી આર.સી.મકવાણા આવતીકાલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવશે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી આર.સી.મકવાણા આવતીકાલે તા.૧૮ નવેમ્બરના રોજ જામનગર તાલુકાના અલીયા ખાતેથી સવારે ૦૮:૩૦ કલાકે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવશે. આ યાત્રામાં બે રથ દ્વારા બે રૂટ થકી ૧૮-૧૯-૨૦ નવેમ્બર દરમ્યાનમાં  જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોને તેમજ આસપાસના ગામોને આવરી લેવાશે.

 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્યમથી જનસુખાકારીના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાની સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમના અંતિમ દિવસ ૨૦-૧૧-૨૦૨૧ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે ટાઉનહોલજામનગર ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ૭૧ નવા ગ્રામપંચાયત-તલાટી કમ મંત્રી નિવાસ સ્થાનોના ખાતમુહૂર્ત તેમજ કાલાવડ તાલુકા પંચાયતના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.

દિવ્યા ત્રિવેદી                      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *