Gujarat

ઉનામાં જી.આર.ડી તથા એસ.આર.ડી.ના ૧૭૦ સભ્યોને માનદ વેતનમાં વધારો તેમજ બુટ, લાઠી, યુનિફોર્મનો લાભ આપવા માંગ..

ઊનામાં જી.આર.ડી તથા એસ.આર.ડી.ના ૧૭૦ કર્મચારીઓ હોય તેવોનો માનદ વેતન દૈનિક રૂ.૨૦૦ હોય તેમાં વધારો કરવા તેમજ દર વર્ષે આપવામાં આવતો યુનિફોર્મ સહીતનો લાભ આજ સુધી મળેલ ન હોવાથી તેનો લાભ આપવા તેમજ ૮ કિ.મી.થી દૂર આવતા કર્મચારીને ભાડુ રૂ.૩૦ ચુકવવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે તમામ જીઆડી તેમજ એસ આર ડીના સભ્યો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.

 

ઊનામાં જી.આર.ડી તથા એસ.આર.ડી.સભ્યો ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી, ચુંટણી, હોળી, જેવા તહેવારોમાં બદોબસ્ત તેમજ પોલીસ સાથે ખભેથી ખભો મિલાવી ઓછામાં ઓછી ૬ કલાક અને વધુ માં વધુ ૧૨ કલાક ઉપરાંત ફરજ બજાવતા હોય જેમાં ફરજ બજાવતા સભ્યોને માનદ વેતન માત્ર દૈનિક રૂ.૨૦૦ ચુકવવામાં આવે છે. તેમજ ૮ કિ.મિ. થી દુર આવતા સભ્યો રીક્ષા ભાડુ માત્ર રૂ. ૩૦ ચુકવવામાં આવે છે. તેમજ આ હાલમાં ચાલતી કોરોના મહામારીમાં પણ જી.આર.ડી. તથા એસ.આર.ડી.સભ્યો પોલીસ સાથે રહી પોતાની નૈતિક ફરજ બજાવતા હોય છે. પરંતુ હાલ મોઘવારીના સમયમાં રૂ.૨૦૦મા ઘરનું ગુજરાન   ચલાવવું ભારે મુશ્કેલ બની ગયેલ છે. અને રાત્રીના સમયે ફરજ બજાવતા હોવાના કારણે દિવસે અન્ય કોઇ કામ ધંધા કરવા જઇ શકતા નથી. અને રોજગાર મળવો મુશ્કેલ હોય સરકારના પગાર વધારાના નિયમ અનુસાર તમામ જી.આર.ડિ તથા એસ.આર.ડી.સભ્યોના મોંઘવારીના ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ઘરનું ગુજરાન ચાલી શકે તેટલો પગાર વધારો કરી આપવા તેમજ તમામ જી.આર.ડિ તથા સ.આર.ડી.સભ્યોને સરકાર દ્વારા લાભ આપવામાં આવે તેમજ તમામ જી આર.ડી તથા એસ.આર.ડી. સભ્યોને સરકાર તરફથી જે દર વર્ષે બુટ, લાઠી, યુનિફોમનો લાભ વિનામુલ્ય આપવામાં આવે છે તેનો લાભ આજ સુધી મળેલ ન હોવાથી આ લાભ તમામ જી.આર.ડી તથા સ.આર.ડી.સભ્યોને મળે અને સભ્યોને ૮ કી. મિ. ઉપરાંત દુરથી આવતા હોય તેને રૂ. ૩૦ ભાડુ ચુકવવામાં આવે છે તેમાં વધારા કરવામાં આવે આવા અનેક પ્રશ્નો બાબતે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *