Gujarat

ઊના બાયપાસ રોડ નજીક ગે.કા. ખાણ માંથી ખનીજ પથ્થરની ચોરી સામે ખાણખનિજ વિભાગના દરોડા… ૩ ચકરડી તેમજ ૧ જનરેટર સહીત કુલ  રૂ.૫ લાખના મુદામાલ ઝડપી પાડ્યો…

ઊના ગીરગઢડા રોડ પર બાયપાસ હાઇવે નજીક ગે.કા. પથ્થરની ખાણમાં ખનન થતું હોવાની બાતમાી આધારે ખાણખનીજ વિભાગની ટીમે દરોડા પાડતા રૂ.૫ લાખના મુદામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉના ગીરગઢડા રોડ પર આવેલ બાયપાસ હાઇવે નજીક આવેલ ખાનગી માલીકીની સર્વે ૨૯૫ પૈકી ૧ ની જમીનમાં ગે.કા. ખાણમાં ચકરડી જનરેટર મશીન મુકી રાત દિવસ ખનીજ પથ્થર કાઢી ચોરી થતી હોવા અંગેની બાતમી જીલ્લા ખાણખનીજ વિભાગ ભૂસ્તર શાસ્ત્રી માવાદીયાને મળતા તેની સુચનાથી વિપુલ યોગી, રોહીત પટેલ, ધનશ્યામ વાધાણી સહીતની ટીમે સ્થળ પર દરોડા પાડતા પડતા ગે.કા. પથ્થરની ખાણમાં ૩ ચકરડી, ૧ જનરેટર સહીત કુલ રૂ.૫ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ખાણ માંથી કેટલુ ખનીજ કાઢવામાં આવેલ તેની માપણી સહીતની તજવિજ હાથ ધરેલ છે. છેલ્લા ઘણા સમયથી ઉના ગીરગઢડા તાલુકામાં ખાણખનીજ વિભાગે ભૂમાફીયા સામે લાંલ આખ કરતા ખનીજ ખોરોમાં ફફડાટ મચી ગયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *