સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
વંડા ખાતે ખાદી ક્ષેત્રે અનોખી ભાત અને સેવા એ જ સાધના નાં જીવનમંત્ર બનાવી વંડાને જીવનપર્યંત પોતાની કર્મભૂમિ બનાવનાર વંડા સઘન ક્ષેત્રે ખાદીનો પર્યાય બનેલાં પ્યારભાઈ હાલાણીએ તારીખ ૨૧-૧૨-૨૧ ના રોજ આ ફાની દુનિયા છોડી અનંતની યાત્રાએ નીકળ્યાં આમ તો ૧૬-૧૧-૧૯૩૧ નાં રોજ જન્મેલા પ્યારભાઈ શરૂઆતથી ખાદી ક્ષેત્રે અનોખો લગાવ ધરાવતાં જોવા મળેલ. પ્રારંભમાં લલ્લુભાઈ શેઠ સાથે ખાદી અભિયાનમાં જોડાયા બાદ છેલ્લા ચાલીસ કરતાં વધારે વર્ષથી વંડા ખાતે પોતાનો સ્વતંત્ર ખાદી ક્ષેત્રે કાર્યાંરંભના શ્રી ગણેશ કર્યા હતા. આમ તો સતત કશું નાવીન્ય સભર કરવા સતત પ્રયત્નશીલ રહેતાં. ખાદીમાં પણ સાંપ્રત સમયની સાથે કદમ મિલાવી મસલીન ખાદીની શ્રેષ્ઠ બ્રાન્ડનાં સર્જક તરીકે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી હતી. ખાસ છેવાડાના માનવીનો ઉત્કર્ષ માટે સતત પ્રતિબધ્ધ રહેતાં પ્યારભાઈ હાલાણીએ પોતાના સ્વખર્ચે ખાદી કેન્દ્રને એક વાન પણ અર્પણ કર્યું હતું. આમ તો વંડા ખાદી કેન્દ્ર એટલે પ્યારભાઈ એમ લોકમુખે ચર્ચાતું
જીવનપર્યંત ખાદી માટે જીવન સમર્પિત કરનારા એક અનોખી માટીનાં માનવી તરીકે પ્રસિદ્ધ હતાં. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને સ્વરોજગાર મળે તે માટે સતત પ્રયત્નશીલ હતાં
તેમના ધર્મપત્ની કુસુમબેન પણ તેમનાં આ ભગીરથ કાર્યમાં હમેશાં સામેલ રહેતાં. તેમની વસમી વિદાય બાદ હવે સમગ્ર વંડા પંથકમા તેની કમી સતત વર્તાતી રહેશે .. આમ તો તેનાં ટૂંકી બિમારી બાદ અવસાનના સમાચારે સમગ્ર વંડા પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી.ઈશ્ર્વર તેમનાં આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના..


