Gujarat

ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને રાણપુર પંથકમાં ડી.એસ.પી.ની આગેવાનીમાં પોલીસે પેટ્રોલિંગ કર્યુ  

ડી.એસ.પી,ડી.વાય.એસ.પી,પી.આઈ,પી.એસ.આઈ સહીત પોલીસના મસમોટા કાફલાએ ગામડાઓમાં પેટ્રોલિંગ કર્યુ.
આગામી ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે.ત્યારે પોલીસ તંત્ર સતત એક્શન મોડ માં જોવા મળે છે.બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયતોની ચુંટણી માંથી ૪ ગ્રામ પંચાયત સમરસ થતા આગામી ૧૯ ડીસેમ્બરે ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે આ ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે સંપન થાય કોઈપણ જગ્યાએ અનિચ્છીનીય બનાવ નો બને અને મતદારો ભયમુક્ત વાતાવરણ વચ્ચે મતદાન કરી શકે તે માટે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની આગેવાની માં રાણપુર શહેર સહીત રાણપુર તાલુકાના બગડ,જાળીલા,સુંદરીયાણા,બરાનીયા,દેવળીયા,નાગનેશ,કીનારા,અલમપુર,ઉમરાળા,કુંડલી સહીતના ગામડાઓમાં પોલીસ કાફલાએ પેટ્રોલિંગ કર્યુ હતુ.જેમાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,ડી.વાય.એસ.પી-એમ.બી.વ્યાસ,એસ.ઓ.જી.પી.આઈ-એચ.આર.ગોસ્વામી,પી.આઈ-જે.વી.ચૌધરી,પી.એસ.આઈ-જી.ડી.કાલીયા,એમ.આર.પરમાર,એ.જી.મકવાણા,ડી.ડી.પરમાર સહીતના પોલીસના મસમોટા કાફલાએ રાણપુર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચુંટણી યોજાઈ તે માટે પેટ્રોલિંગ કર્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211213-WA0875.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *