હાલમાં જાહેર થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાની વીરપુર જુથ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોય સરપંચ પદ ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને યુવા કાર્યકર રાજેશભાઈ રાઠવા દ્વારા પંચાયતની તમામ વોર્ડના પેનલના સભ્યો સાથે આજ રોજ ઉમેદવારી પત્ર ભરવા છોટાઉદેપુર ખાતે અસંખ્ય સમર્થકો સાથે આવ્યા હતા, અને તેઓએ ઉમેદવારીપત્ર ભર્યુ હતું
, આ પ્રસંગે તેઓની સાથે ભારતીય જનતા પાર્ટી ના જીલ્લા મહામંત્રી શંકરભાઈ રાઠવાએ સરપંચ તેમજ પેનલના સભ્યો જંગી બહુમતીથી જીત નક્કી હોવાનો દાવો કર્યો હતો,


