Gujarat

જેતપુર મા મુસ્લિમ શખ્સ દ્વવારા હિન્દૂ ની લાગણી ને ઠેસ  પહોંચાડતો ઓડિયો વાયરલ થતા  રામ જન્મ સમિતિ દ્વવારા તેમજ જેતપુર નવાગઢ સુની મુસ્લિમ જમાત દ્વારા આવેદનપત્ર અપાયા.

મુસ્લિમ શખ્સ વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ મથકે નોંધાયો ગુનો:પોલીસ પકડથી દૂર
શખ્સ વિરુદ્ધ વિવિધ સંગઠનો દ્વારા રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન
જેતપુર પાટીદાર આંદોલન સમયે સોશ્યલ મીડિયા પર વિખ્યાત થયેલ જેતપુરના નટુભાઈ બુટાણીને બે દિવસ પૂર્વે શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવીદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે મોબાઈલ પર કોલ કર્યો હતો. આ નવ મિનીટના કોલમાં જાવેદ પ્રથમ ભારતીય જનતા પાર્ટીને બીભત્સ ગાળો આપે છે. આટલાથી ન અટકી ઉશ્કેરાયને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયાને, સમગ્ર હિન્દુઓને, દેશના વડાપ્રધાન મોદીની, ભગવાન રામને તેમજ રાષ્ટ્રને પણ બેફામ ભૂંડી ગાળો કાઢે છે. અને મોદી સામે મળે તો બંદૂકની ગોળી મારી દઉં તે મુજબની ધમકી પણ આપે છે. અને અંતે નટુભાઈને પણ ભાજપની કોઈ પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરશે તો નવાગઢમાં લઈ જઈને મારમારી જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.
આ ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા એએસપીને એક આવેદનપત્ર પાઠવી દેશને તેમજ હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન રામને ગાળો આપવા બદલ રાષ્ટ્રદ્રોહ તેમજ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાની તેમજ નટુભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપવાની વાત કરિ હતી જેને લઈ રામ જન્મ સમિતિ દ્વવારા એએસપી ને આવેદનપત્ર આપેલ હતું
કથિત ઓડિયો કલીપ મા બીભત્સ ગાળો બોલતા શખ્સ વિરુદ્ધ નટુભાઈ બુટાણી એ જેતપુર સીટી પોલીસ મા જાવેદ કુરેશી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જયારે જેતપુર નવાગઢ સુની મુસ્લિમ જમાત દ્વારા પણ આ જાવેદ કુરેશી વિરુદ્ધ સીટી પીઆઇ ને આવેદનપત્ર આપી જણાવેલ કે આ શખ્સ દ્વવારા જેતપુર મા હિન્દૂ મુસ્લિમ  ભાઈ ચારા થી રહે છે  અનેહિન્દૂ મુસ્લિમ તહેવારો સાથે ઉજવણી કરે છે આ એક શખ્સ દ્વવારા જેતપુર નવાગઢ નાં સમસ્ત સુની મુસ્લિમ સમાજ ને બદનામ કરવા નો  આ વ્યક્તિ એ પ્રયાસ કર્યો છે જેને કારણે સમસ્ત મુસ્લિમ સમાજ ની લાગણી દુભાવેલ હોઈ અને ઠેસ પહોંચાડેલ હોઈ જેને જેતપુર નવાગઢ નાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વવારા આ વાયરલ થયેલ ઓડિયો કલીપ નો સખત વિરોધ કરવામાં આવેલ છે  કોઈ એક વ્યક્તિ દ્વવારા હિન્દૂ મુસ્લિમ ભાઈ ચારા ને એક વ્યક્તિ દ્વવારા શાંતિ દોહળવા નાં પ્રયાસ કરશે તેવા વ્યક્તિ ને સમસ્ત મુસ્લિમ સમાજ બહિષ્કાર કરશે અને નિંદા કરશે પોલીસ દ્વવારા આવા શખ્સ ને પકડી તેમનું જાહેર મા સરઘસ કાઢી પાસા તેમજ હડપાર ની કાર્યવાહી કરે તેવી જેતપુર નવાગઢ સમસ્ત મુસ્લિમ જમાત ની માંગ હતી
તેમજ આજરોજ સરદાર ચોક ખાતેથી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મોટી રેલી કાઢીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાજપ ના દરેક સમર્થકો ને જાનથી મારી નાખવા માંગતો હોય એવી ધમકી આપી રહયો છે.તેમજ ભગવાન રામ અને લક્ષ્મણજી વગેરે ને અભદ્ર ભાષામાં ગાળો બોલી દરેક હિન્દુ ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે આ ઓડીયો સાંભળી દરેક હિન્દુ ની લાગણી દુભાણી હોય આ શખ્સ ને તાત્કાલીક ધડપકડ કરી અને વિરૂધ્ધ રાષ્ટ્રદોહ ની અને ધાર્મિક લાગણી દુભાવવાની અને વિવીધ કલમો લગાવી કાયદેસર ની કાર્યવાહી કરીને એક કડક સંદેશો આપી જેહાદી માનસીકતા ધરાવતા તત્વોને આપવામા આવે એવી અપેક્ષા અમારી માંગ ઉપર તાત્કાલીક અને સંતોષજનક કાર્યવાહી નહી થાય તો આગામી સમયમાં કાર્યક્રમો અને ધરણા  પ્રદર્શનો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211222-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *