શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુસંધાને એચ.એચ.રાઉલજી ઇન્ચા. પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે કેટલાક મો.સા. ચાલકો રાત્રીના અંધારાનો લાભ લઇ જંગલ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મો.સા. ઉપર લઇ જાય છે તેવી મળેલ બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પો.સ્ટે. વિસ્તારના મોજે કાકડકુંડ, સિંગલાજા, તથા રીંછવેલ ગામે પ્રોહી નાકાબંધીમાં હતા દરમ્યાન એમ.પી. તરફથી મોટર સાયકલ ચાલકો પોતાની મો.સા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી આવતા હોય તેઓને રાત્રીના અંધારામા રોકવાની કોશિસ કરતા એક ઇસમને તથા કુલ ચાર મોટર સાકયલોને અલગ-અલગ જગ્યાએ ઝડપી પાડી કુલ કિ.રૂ.૨,૬૯,૫૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો અને તમામ મો.સા. ચાલક વિરૂદ્ધ ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


