Gujarat

સુરતમાં ચાલુ સારવારે વોર્ડ બહાર નીકળેલા ઈજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડનું મૃત્ય

સુરત
સુરત સિવિલ હોસ્પિટલમાં મુત્ય પામનાર સિક્યુરીટી ગાર્ડ યુપીના રહેવાસી છે. બે મહિના પહેલા જ પિતા મોર્ડન સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યા હતા. ૧૮ મીની રાત્રે ચોરી કરવા આવેલા અજાણ્યા ઈસમો સાથે ઝપાઝપી થતા પિતાને ઢીક્કા મુક્કીનો માર મરાયો હતો. જેથી પિતા દુઃખાવા સાથે સિવિલમાં આવતા દાખલ કરી દેવાયા હતા.મને ખબર પડતાં જ હું સિવિલ આવ્યો હતો. પિતાએ કહ્યું હતું કે, ચોરોએ માર્યો છે. લગભગ ૨૪ કલાકની સારવાર બાદ ૧૯મીએ પિતાને વોર્ડમાં ગભરામણ શરૂ થતાં હું હવા ખાવા ખુલ્લા મેદાનમાં લઇ આવ્યો હતો. જ્યાં પિતા બેભાન થઈ જતા એમને ટ્રોમાં સેન્ટરમાં લઈ જતા મૃત જાહેર કરાયા હતા. પોસ્ટ મોર્ટમ કરનાર તબીબએ જણાવ્યું હતું કે, જાન મહમદને પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન મળ્યા છે. સિવિલના કેસ પેપર નોન એમએલસી છે. એટલે પોલીસ જાણ વગર દર્દીની સારવાર થઈ હોય એમ કહી શકાય છે. બીજું દર્દી વોર્ડમાંથી ભાગી ગયો હોવાની વાત છે. હાલ મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં મુકાયો છે. ફોરેન્સિક વિભાગને પોસ્ટ મોર્ટમ રીફર કરી દેવાયું છે. મૃત્યુનું કારણ પોસ્ટ મોર્ટમ બાદ જ ખબર પડી શકે. સુપરવાઈઝરે જણાવ્યું હતું કે, ચોર એ રાત્રે ૧૧ વાગ્યે આવ્યા હતા. જે પકડાય ગયા હતા. ત્યારબાદ ફાયર સિસ્ટમ લગાડવા આવેલા માણસોએ દારૂના નશામાં ઝઘડો કરી મારા મારી કરી હતી. જેમાં જાન મહમદને ઇજા થઇ હતી. પુણા પોલીસને જવાબ લખાવ્યો છે. તપાસ ચાલી રહી છે.સુરતના પુણા સ્થિત રઘુવીર ટ્રેડ સેન્ટરમાં અજાણ્યા ચોરોના હાથે ઈજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી ગાર્ડનું સિવિલમાંથી ભાગી ગયાના કેટલાક કલાકોમાં જ મોત નીપજ્યું હતું. જાન મહમદ બાકર અલી ખાનને ૧૮ મીએ સિવિલ લવાયા બાદ નોન એમએલસી હેઠળ દાખલ કરાયો હતો. ૧૯મીએ જાન મહમદ અધૂરી સારવાર મૂકી ભાગી ગયા બાદ બેભાન અવસ્થામાં સિવિલ લવાતા મૃત જાહેર કરાયો હતો. પુત્ર કાદરએ જણાવ્યું હતું કે, પપ્પાને ગભરામણ શરૂ થતાં હું કેમ્પસમાં હવા ખાવા લઈ આવ્યો હતો, ને બેભાન થઈ જતા ટ્રોમાં સેન્ટરમાં લઈ ગયો હતો.

Civil-hospital-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *