Gujarat

સુરતમાં બીજા ડોઝ માટે ૭૬ સેન્ટર પર રસીકરણ શરૂ

સુરત
સુરત શહેરમાં ધામધૂમથી તહેવારોની થયેલી ઉજવણી વચ્ચે છેલ્લા બે દિવસથી કોરોના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે.જેની સામે શહેરમાં તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે પાલિકા દ્વારા વેક્સિન સેન્ટર વધારવામાં આવ્યાં છે. આજે પ્રથમ ડોઝ માટે ૨૭ અને બીજા ડોઝ માટે ૭૬ સેન્ટર તથા વિદેશ જનારા માટે બે અને એપોઈન્ટમેન્ટ લેનારા માટે ૩૬ સેન્ટર શરૂ કરાયા છે. સાથે જ ૧૪ સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે. સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યું છે. કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. જેની સામે પાલિકા દ્વારા બીજા ડોઝ માટેની ગતિ તેજ કરી દેવામાં આવી છે. ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના ૨ કેસ સામે આવ્યા હતા. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૧૪૩૮૬૧ પર પહોંચી ગયો છે.આજે ૧૫૫ સેન્ટર પર રસી આપવામાં આવી રહી છે. જેમાંથી સૌથી વધુ ૭૬ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. શહેરમાં ૦૨ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે શહેર જિલ્લામાં ગતરોજ કોરોનાના વધુ ૦૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૩૮૬૩ થઈ ગઈ છે. ગત રોજ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૫ થયો છે. ગત રોજ શહેરમાંથી ૦૯ અને જિલ્લામાંથી ૦૨ મળી ૧૧ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૬૮૭ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૬૧ થઈ ગઈ છે.

Corona-Virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *