સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓને સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામા આવે છે.ચાલુ વર્ષે ૧૦(દસ) દિવસ માટે આવો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજ્યમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ (એક સો) યુવક-યુવતીઓનો આ કાર્યક્રમમા ભાગ લેવાની તક આપવામાં આવશે.
આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે સાદા કાગળ ઉપર (૧) પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર (૨) જન્મ તારીખ (૩) શૈક્ષણિક લાયકા (૪) વ્યવસાય (૫) એન.સી.સી./પર્વતારોહણ/રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત (૬) શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર (૭) વાલીની સંમતિ (૮) તજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો (૯) ઓળખ કાર્ડ (૧૦) અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં “જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, નર્મદા જિ:- રાજપિપળા”ને મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ-૧૦૦ યુવક – યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓને નિવાસ, ભોજન તથા આવવા જવાનું ભાડું સરકારશ્રી તરફથી આપવામાં આવશે.
