Gujarat

ઉના પંથકમાં કારતકે અષાઢી માહોલ વચ્ચે કમોસમી ૨.૫ ઇંચ વરસાદથી ધરતિપુત્રો ચિંતિત… કપાસ, ડુંગળી, ચણા, ઘઉં, સહીતના પાકને વ્યાપક નુકસાન…

ઊના – હવામાન વિભાગ દ્વારા પવન સાથે કમોસમી વરસાદની આગાહી સાચી પડી હોય તેમ નાઘેર પંથકમાં ગઇકાલથી કારતકે અષાઢી માહોલ જોવા મળતો હોય તેમ છેલ્લા ૨૪ કલાકથી સુર્યનારાયણના દર્શન પણન થયા હોય અને ગતરાત્રીથી સમી સાંજ સુધીમાં ૨.૫ ઇંચ વરસાદ વરસી જતાં સમગ્ર શહેર પાણીમય બની ગયેલ હતું. અગાઉ ૬ માસ પહેલા તાઉતે વાવાઝોડ બાદ ખેડૂતોને ભારે ફટકો પડ્યો હતો. ત્યા શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદે ફરી પાકને નુકસાન પહોચાડેલ હતુ. તેમજ દરીયાઇ કાંઠાના માછીમારોને પણ સુકી મચ્છીને ભારે નુકસાન થવા પામેલ હતું…

 

શિયાળાનો સત્તાવાર પ્રારંભ થઈ ચુક્યો છે. પરંતુ હજુ સુધી ઠંડીની લહેર જોવા મળી નથી ત્યાજ એકાએક ગઈકાલ સાંજે હવામાને પલ્ટો મારતાં ખેડુતો અને સાગર કિનારે ફિશીંગ વ્યવસાયને ભારે પવન વરસાદ પડતાં નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર તાલુકામાં ઠંડુગાર વાતાવરણમાં લોકોને રહેવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે શાળા કોલેજમાં પણ રજા જેવો માહોલ અને શહેરમાં સુમસામ વાતાવરણ જોવા મળેલ. ગઈકાલ સાંજથી બપોર સુધીમાં ૨.૫ ઈંચ વરસાદ પડતાં રસ્તા ઉપર ગંદકીથી કિચડનું સામ્રાજ્ય ફેલાતાં રોગચાળો ફાટી નિકળવાનો ભય ફેલાયેલ છે..

ઊના અને ગીરગઢડા પંથકમાં ગત રાત્રીના ધીમી ધારે વરસાદ પડતાં આખી રાત અને દિવસ દરમ્યાન પણ છાંટા પડી રહ્યા છે. બરફ વર્ષા જેવું ઠંડુગાર વાતાવરણ એ ખેડુતોના ખેતરમાં વાવેલા કપાસ, જીરૂ, ચણા, ડુંગળી, મગફળી, ધઉંના પાકોને વ્યાપક નુકશાન થયું છે. તો બીજી તરફ તાઉતે વાવાઝોડાના ફુંકાયેલા ભારે પવને તબાહી મચાવેલ હોય અને એ તબાહી માંથી બહાર નથી નિકળ્યા ત્યાં સાગર કિનારે ફિશીંગ વ્યવસાયને ભારે નુકશાન પહોંચાડ્યું હોય તેમ ખુલ્લા મેદાનમાં તંબૂમાં ફુંકાતા બુમલા, કોલમી, જીગા અને સુક્કી મચ્છીને કમોસમી વરસાદએ તબાહ કર્યા છે. લાખો રૂપિયાની મચ્છી નાસ પામેલ હતી. જેનાં કારણે માછીમારને પડ્યા પર પાટું માવઠાએ મારતાં જગતના તાત સાથે દરિયાઈ ખેડુતો પણ ચિંતામાં મુકાયેલ હતો.

તાલુકાના સૈયદ રાજપરા. નવાબંદર, સીમર, કેસરીયા, ગીરગઢડા, ધોકડવા, દેલવાડા, સામતેર, સનખડા, મોઠ, ગાંગડા, સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કમોસી વરસાદ ની ભારે અસર થતાં આ પંથકના નાના મોટા ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે.  પશ્ચિમ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા તેની ભારે અસર દરિયાઈ સીમની પટ્ટીમાં જોવાં મળેલ કમૉસી વરસાદ નાં કારણે માછીમાર ઉધોગ બંધ થતાં ફીશીંગ બૉટૉ પણ દરિયાઈ કિનારે ખડકાય ગઈ છે દરિયૉ ખેડવા મનાઈ કરાયેલ હોય અને બંદર કાંઠા સુમસામ બની ગયાં છે. કાંઠા વિસ્તાર નાં ખેતરો અને ખુલ્લા પ્લોટમાં સુકાતી સુક્કી કિંમતી મચ્છી લાખો રૂપિયા ની વરસાદ પડતાં નાસ પામતાં એકક્ષપોટ વ્યવસાય ને નુકશાન થયું છે. હજું પણ વરસાદી વાતાવરણ એ ઠંડુગાર વાતાવરણ હોય જેનાં કારણે કર્ફયુ જેવુ વાતાવરણ જોવાં મળેલ અને કેશર કેરી ચીકુ જામફળ જેવાં બાગાયતી બગીચા  પણ આ માવઠાની અસર પહોચાડી શકે છે. ભારે સુસવાટા મારતા પવનની લહેર અને વરસાદના કારણે 40 થી 50 કિ.મી ઝડપે દરિયા કિનારે પવન અને વરસાદનાં ઝાંપટામાં લોકોને રહેવાનો વારો આવેલ છે. અને હળવાં વરસાદનાં કારણે કિચડ ગંદકીનાં કારણે તાવ શરદી ઉધરસના વાયરા ફેલાતાં બિમારીનો લોકો ભોગ બની શકે છે. કોરોના કેસ પણ વધવા સંભાવના લોકોને સતાવી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *