(ચોર ઘરફોડ ચોરી કરી બહાર નિકળતા સીસીટીવીમા કેદ થયો)
ધ્રાંગધ્રા: શિયાળાની શરુવાત થતા જ ચોર ગેંગ સક્રિય થઇ છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમા આ વષઁનો પ્રથમ ઘરફોડ ચોરીની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમા રહેતા અજીતભાઇ હરીલાલ દલવાડી રહેણાંક મકાનમાં ગત મોડીરાત્રી દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ કરી રોકડ 60હજાર તથા મોબાઇલ નંગ 2 કિમત 3500 એમ કુલ મળી 63500 રુપિયાનો મુદ્દામાલ ચોરી કરી નાશી છુટ્યો હતો જોકે ચોર ઘરફોડ ચોરી કયાઁ બાદ મકાનમાંથી બહાર નિકળતા સમયે સીસીટીવીમા કેદ થયો હતો જે મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ હાથવગા કરી અજાણ્યા ચોર ઇશમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
Attachments area


