Delhi

ઈરાની ટ્રોફીમાં હનુમા વિહારી રેસ્ટ ઓફ ઈન્ડિયાનો સુકાની

નવીદિલ્હી
ઓલ ઈન્ડિયા સીનિયર સીલેક્ટર્સ કમિટીએ સૌરાષ્ટ્ર વિરુદ્ધ ઈરાની ટ્રોફી ૨૦૨૨ માટે બુધવારે રેસ્ટ ઓફ ઈન્ડિયાની ૧૬ સભ્યોની ટીમ જાહેર કરી હતી. આ ટૂર્નામેન્ટમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાના સુકાનીની જવાબદારી ટેસ્ટ એક્સપર્ટ બેટ્‌સમેન હનુમા વિહારીને સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર ૨૦૧૯-૨૦માં રણજી ચેમ્પિયન બન્યું હતું અને ત્યારબાદ તે ઈરાની ટ્રોફી રમ્યું નહતું. હવે ૫ ઓક્ટોબરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સ્ટેડિયમમાં પાંચ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની ટ્રોફીની મેચ રમાશે તેમ બીસીસીઆઈએ જણાવ્યું હતું. કોરોનાને પગલે ત્રણ વર્ષના અંતરાલ બાદ આ કપ રમાઈ રહ્યો છે. રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં મયંક અગ્રવાલ ઉપરાંત, પ્રિયાંક પંચાલ, યશ ધૂલ અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરાયો છે. સૌરાષ્ટ્ર તરફથી ચેતેશ્વર પૂજારા રમે તેવી શક્યતા છે. રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમઃ હનુમા વિહારી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, અભિમન્યુ ઈશ્વરન, યશ ધૂલ, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ, કે એસ ભરત, ઉપેન્દ્ર યાદવ, જયંત યાદવ, સૌરભ કુમાર, આર સાંઈ કિશોર, મુકેશ કુમાર, ઉમરાન મલિક, કુલદીપ સેન, અર્ઝાન નાગવાસવાલા.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *