Delhi

કતરમાં ભારતીય નાગરિકે ૬૨ લાખનું લોટરી ઈનામ જીત્યું

નવીદિલ્હી
કતરમાં રહેતા એક ભારતીય પ્રવાસીએ બિગ ટિકિટના સાપ્તાહિક ડ્રોમાં બમ્પર ઇનામ જીત્યું છે. ખાસ વાત એ છે કે ટિકિટ નંબર તેમના પુત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. કતરના રહેવાસી તારિક શેખે ૩૦૦,૦૦૦ દિરહામ (૬૨ લાખ રૂપિયા)નું ઈનામ જીત્યું છે. તારિક શેખ ગયા વર્ષથી તેના મિત્રો સાથે દર મહિને બિગ ટિકિટ ખરીદે છે, પરંતુ આ વખતે પવિત્ર રમઝાન મહિનામાં તેનું નસીબ ચમક્યું. તારિક શેખે કહ્યું કે મારા કેટલાક મિત્રોને ખરેખર પૈસાની જરૂર હતી, તેથી આ યોગ્ય સમય છે. મારો એક મિત્ર હવે તેની બહેનના લગ્ન જે આવતા મહિને થવા જઈ રહ્યા છે તે કરાવી શકશે. તારિક આ મહિનાના સાપ્તાહિક ઇલેક્ટ્રોનિક ડ્રોના ત્રીજા વિજેતા છે. “ઈલેક્ટ્રોનિક ડ્રોના કારણે, અમે મહિનાની શરૂઆતમાં ટિકિટો ખરીદી હતી, જ્યારે ઘણીવાર અમે મહિનાના અંતમાં તે ખરીદી લેતા હતા,” વિજેતા ટિકિટ નંબર ૧૦૮૪૭૫ છે જે તારિકના પુત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે આ વખતે ટિકિટ નંબર પસંદ કરવા માટે મારો બે વર્ષનો પુત્ર મારી સાથે હતો અને તેણે વિજેતા ટિકિટ પસંદ કરી. મારા પુત્રએ ટિકિટ પસંદ કરી તેના કારણે જ આજે હું જીત્યો છું. આ ટિકિટ બિગ ટિકિટના ડ્રમમાં પણ મૂકવામાં આવશે જે તારિકને કરોડપતિ બનવાની તક આપશે. બિગ ટિકિટના ૨૫ કરોડના ગ્રાન્ડ પ્રાઇઝના વિજેતાની જાહેરાત ૩ મેના રોજ કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં, ેંછઈમાં રહેતી એક ભારતીય મહિલાએ બિગ ટિકિટનું બમ્પર ઇનામ જીત્યું હતું. કેરળના ત્રિસુરની રહેવાસી લીના જેલાલે તેના ૧૪ મિત્રો સાથે મળીને પ્રથમ વખત તેના નામે ઈનામની ટિકિટ ખરીદી હતી. મહિલાને ૪૫ કરોડ રૂપિયાનું ભવ્ય ઇનામ લાગ્યુ હતુ. ખાસ વાત એ છે કે મહિલાએ જીતેલી રકમનો એક ભાગ દાન કરવાનો ર્નિણય લીધો હતો.

Won-in-Lottery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *