Delhi

પોલીસે આરોપી પત્ની અને તેની પ્રેમીની ધરપકડ કરી

નવીદિલ્હી
હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામાં પ્રેમ પસંગના કારણે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે પૂછપરછ કરતા આ મામલે ખુલાસો થયો છે. પોલીસે આરોપી પત્ની અને તેની પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. ૨ વર્ષથી આ પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. આ બાબતે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. મહિલા પ્રેમી મહિલાને બાઈક પર તેના સાસરીયામાં મુકવા જઈ રહ્યો હતો. પતિએ તે બંનેને સાથે જાેઈ લેતા અધ વચ્ચે રોકી દીધી હતા. ત્યારે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પતિએ શોર મચાવતા પતિને ખેતરમાં લઈ જઈને ગળામાં કપડાનો ફાંસો નાખીને ગળુ દબાવીને હત્યા કરી દીધી. પોલીસે આરોપી પત્ની નિખિતા અને તેના પ્રેમી વિકાસ કુમારની ફતેહાબાદથી ધરપકડ કરી લીધી છે. વિકાસને કોર્ટમાં રજૂ કરીને તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો અને મહિલાને જેલ મોકલી દેવામાં આવી છે. મૃતક સંજય કુમાર ટોહોના વિધાનસભાના કૂદની ગામના રહેવાસી છે. લગભગ છ વર્ષ પહેલા સંજયના લગ્ન હિસાર જિલ્લાના વિધાનસભા ક્ષેત્રના બરવાલા નિવાસી નિખિતા સાથે થઈ હતી. મૃતક સંજયને એક ૫ વર્ષનો દીકરો પણ છે. આરોપી પ્રેમી વિકાસ કુમાર નિખિતાના ગામનો જ રહેવાસી છે, હાલમાં ફતેહાબાદમાં રહે છે અને મહિલાનો સંબંધી પણ છે. ૧૫ જુલાઈના રોજ સાંજે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ૧૬ જુલાઈના રોજ પોલીસને આ સૂચના મળી હતી. ત્યારથી પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *