Chandigarh

પંજાબમાં ૧૫ ઓગસ્ટથી ૭૫ મોહલ્લા ક્લિનીક શરૂ થશે

ચંદીગઢ,
પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા સ્થાપિત આમ આદમી ક્લિનિકની અંદર એક ડૉક્ટરનો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આવા મોહલ્લા ક્લિનિક્સ ૧૫ ઓગસ્ટથી શરૂ થશે. શરૂઆતમાં ૭૫ મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવી રહ્યા છે. તેમને પાર્ટી સાથે જાેડ્યા બાદ જ તેમનુ નામ ‘આમ આદમી ક્લિનિક’ રાખવામાં આવ્યુ છે. વાસ્તવમાં, આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં વચન આપ્યુ હતુ કે દિલ્લીની જેમ પંજાબમાં મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે. શહેરોમાં વૉર્ડ ક્લિનિક અને ગામડાઓમાં પિંડ ક્લિનિક્સ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક મોહલ્લા ક્લિનિકની જાહેરાત કરવામાં આવી હતીઆમ આદમી પાર્ટી સરકાર પંજાબમાં ‘આમ આદમી ક્લિનિક’ તૈયાર કરી રહી છે. સરકારનુ કહેવુ છે કે આમાં લોકો ઘરની નજીક સારી સારવારની સુવિધા મેળવી શકશે. સમગ્ર રાજ્યમાં ૧૫ ઓગસ્ટથી આવા ૭૫ જેટલા મોહલ્લા ક્લિનિક્સ કાર્યરત થશે. ક્લિનિકની પ્રથમ તસવીર સામે આવી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *