Delhi

માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટિ્‌વટર એકાઉન્ટ હેક

નવીદિલ્હી
ઇન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વધી છે. જેમાં ટિ્‌વટર પોતાને અભિવ્યક્ત કરવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આવી સ્થિતિમાં દેશના જાણીતા લોકોની સાથે સામાન્ય લોકો પણ ટ્‌વીટર પર સક્રિય છે, પરંતુ તેની સાથે નવા જાેખમો પણ સામે આવ્યા છે. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટિ્‌વટર એકાઉન્ટ પણ એક ટિ્‌વટ બાદ હેક કરવામાં આવ્યું હતું. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે “કાયદેસર રીતે બિટકોઇનને કાનૂની ટેન્ડર તરીકે અપનાવ્યું છે”. જાે કે થોડીવાર બાદ ટ્‌વીટ ડિલીટ કરી દેવામાં આવ્યુ હતુ. આ પછી વડાપ્રધાન કાર્યાલયે ટિ્‌વટર એકાઉન્ટ હેક થયાની માહિતી આપી હતી. આ ઉપરાંત, પીએમઓએ હેકિંગ દરમિયાન કરવામાં આવેલા ટિ્‌વટને અવગણવાની સલાહ આપી હતી.માહિતી અને પ્રસારણ મંત્રાલય ઘણીવાર ટિ્‌વટર પર સક્રિય હોય છે. જેના કારણે મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટ પર મોટી સંખ્યામાં લોકો જાેડાયા છે. માહિતી અનુસાર, આઈએન્ડબી મંત્રાલયના ટિ્‌વટર પર ૧.૪ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આઈએન્ડબી મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટને ફરી શરુ કર્યા પછી એમઆઈબીઇન્ડિયા સાથે બરાબર શું થયું તે જાેવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ એકાઉન્ટ હેક થયા બાદ એકાઉન્ટમાંથી બિટકોઈન સંબંધિત સમાચાર ધરાવતી લિંક્સ શેર કરવામાં આવી હતી. જાે કે આ અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી નથી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટિ્‌વટર એકાઉન્ટ બુધવારે સવારે હેક કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, હેકરે આઈએન્ડબી મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટનું નામ એલન મસ્કના નામ પર બદલી નાખ્યું. આ માહિતી મળ્યા પછી ટિ્‌વટરે તાત્કાલિક પગલાં લીધાં અને એકાઉન્ટમાં ફેરફાર કર્યા. ત્યાર પછી બુધવારે બપોરે, ટિ્‌વટરે આઈએન્ડબી મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટને ફરીથી શરુ કર્યું છે. આ સંદર્ભમાં મંત્રાલય દ્વારા એક ટિ્‌વટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મંત્રાલય દ્વારા એકાઉન્ટ રિસ્ટોર કરવા અંગે કરવામાં આવેલા ટિ્‌વટ બાદ આ મામલો જાહેર થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *