Delhi

આઈપીએલ પ્રસારણના અધિકારોને માટે બીસીસીઆઈએ ટેન્ડર બહાર પાડ્યું

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ સીઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે ટૂર્નામેન્ટનું કદ પણ વધ્યું છે. ૧૦ વર્ષ બાદ ૈંઁન્માં ફરી ૧૦ ટીમો છે. એક તરફ આઈપીએલમાં નવી શરૂઆત થઈ છે, જ્યારે તેનો મોટો હિસ્સો પણ સમાપ્ત થઈ રહ્યો છે. વર્તમાન સિઝન પછી, ૈંઁન્ પ્રસારણ અધિકારોની ડીલ સમાપ્ત થઈ રહી છે અને આગામી સિઝનથી નવી ડીલ શરૂ થશે. આની લાંબી રાહ જાેયા બાદ આખરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટેન્ડર બહાર પાડ્યું. બીસીસીઆઈએ મંગળવાર, ૨૯ માર્ચે ૨૦૨૩ થી ૨૦૨૭ સીઝન માટે આઈપીએલના પ્રસારણ અધિકારો માટે ટેન્ડર માટે આમંત્રણ જારી કર્યું હતું, જેના માટે રસ ધરાવતી કંપનીઓને ૧૦ મે ૨૦૨૨ સુધીમાં અરજી કરવાનો સમય આપવામાં આવ્યો છે. હરાજીના નિયમો જાણવા માટે આઈટીટી દસ્તાવેજાે ખરીદવા પડશે અને આ માટે રસ ધરાવતા પક્ષોએ મોટી રકમ ચૂકવવી પડશે, જે રિફંડ કરવામાં આવશે નહીં. આ મુજબ ૈં્‌્‌ ખરીદવા માટે ૨૫ લાખ રૂપિયા (૪.૫૦ લાખ ય્જી્‌ વધારાના) ચૂકવવા પડશે. અરજદારો પાસે ૈં્‌્‌ ખરીદવા માટે ૧૦ મે સુધીની છેલ્લી તારીખ છે. રુચિ ધરાવતા પક્ષોને ૈં્‌્‌ ની ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણી સહીતની વિગતો ૈॅઙ્મદ્બીઙ્ઘૈટ્ઠિૈખ્તરંજ૨૦૨૦જ્રહ્વષ્ઠષ્ઠૈ.ંદૃ પર ઇમેઇલ કરવા વિનંતી કરવામાં આવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. તે જ સમયે, બોર્ડના સચિવ જય શાહે મીડિયા અધિકારો મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ૈંઁન્ ઇતિહાસમાં પ્રથમ વખત, મ્ઝ્રઝ્રૈં નવા બિડર્સ માટે ઇ-ઓક્શનની વ્યવસ્થા કરશે અને તે ૧૨ જૂનથી શરૂ થશે. આ સિવાય શાહે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, “બે નવી ટીમો, વધુ મેચો, વધુ સ્થળો અને વધુ એસોસિએશન સાથે, અમે ૈંઁન્ને નવી અને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માંગીએ છીએ.” જય શાહે એમ પણ કહ્યું કે નવા પ્રસારણ અધિકારોથી વધુ આવકની સાથે ૈંઁન્નું મહત્વ પણ વધશે. તેમણે કહ્યું, “મને કોઈ શંકા નથી કે આ પ્રક્રિયા માત્ર મહત્તમ આવક જ નહીં પરંતુ મહત્તમ મહત્વ પણ ધરાવે છે. જેનો ભારતીય ક્રિકેટને ઘણો ફાયદો થશે. ભારતીય બોર્ડ આગામી પાંચ વર્ષ સુધી પ્રસારણ અધિકારો દ્વારા આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડની કમાણી કરવાની અપેક્ષા રાખે છે. ગુજરાત અને લખનૌ ફ્રેન્ચાઈઝીના સમાવેશ સાથે આઈપીએલ મેચોની સંખ્યા ૬૦ થી વધીને ૭૪ થઈ ગઈ છે. જેના કારણે હરાજીમાં મજબૂત બિડિંગ સ્પર્ધા થવાની સંભાવના છે કારણ કે આ સેગમેન્ટમાં હવે ય્-ર્જીહઅ અને ઇીઙ્મૈટ્ઠહષ્ઠી ફૈટ્ઠર્ષ્ઠદ્બ ૧૮ પણ સામેલ છે. મ્ઝ્રઝ્રૈં દ્વારા એમેઝોન પ્રાઇમ, મેટા અને યુટ્યુબ પાસેથી ‘ડિજિટલ સ્પેસ’ માટે આક્રમક બિડ્‌સની અપેક્ષા રાખે છે. હાલમાં, ભારતમાં ૈંઁન્ માટે એકમાત્ર લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર છે, જે સ્ટાર નેટવર્કનો એક ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *