નવીદિલ્હી
બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ કેટલાક લોકો બુલડોઝર આગળ જ બેસી ગયા જેમાં મહિલાઓ પણ સામેલ હતી. વિસ્તારના લોકોનું કહેવું છે કે સ્ઝ્રડ્ઢને છેલ્લા ૧૫ વર્ષથી આ અતિક્રમણ દેખાયું નહીં. પરંતુ હવે અચાનક સરકારને અતિક્રમણ જાેવા મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા લોકોને ખસેડવામાં આવ્યા છે. અને વિરોધ પ્રદર્શનમાં સામેલ કેટલીક મહિલાઓની અટકાયત પણ કરાઈ છે. બુલડોઝર સામે અડિંગો જમાવીને બેઠેલા લોકોને પોલીસ દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. એમસીડીએ અતિક્રમણની કાર્યવાહી કરતા પહેલા દિલ્હી પોલીસ પાસે પુરતી સુરક્ષા માટે ફોર્સની માંગણી કરી હતી. પરંતુ આજે પહેલા એવા સમાચાર આવ્યા કે ફોર્સની કમીના કારણે બુલડોઝરથી કાર્યવાહી થશે નહીં. પરંતુ થોડીવાર બાદ એમસીડી તરફથી કહેવાયું કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે અને આજે જ બુલડોઝરથી કાર્યવાહી કરાશે. આમ આદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લાહ ખાન પણ હાલ શાહીનબાગ પહોંચ્યા છે. જ્યાં અતિક્રમણ હટાવવા માટે બુલડોઝરથી કાર્યવાહી હાથ ધરાઈ છે. અમાનતુલ્લાહ ખાને કહ્યું કે મસ્જિદ સામે એક શૌચાલય હતું. જેને મે મારા પૈસે હટાવ્યું. વિધાનસભા વિસ્તારમાં જ્યાં જ્યાં અતિક્રમણ છે તે એમસીડીવાળા મને જણાવે, હું પોતે હટાવી દઈશ. અહીં આવીને માહોલ ખરાબ કરી રહ્યા છે. રાજનીતિકરણ થઈ રહ્યું છે. દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં અતિક્રમણ હટાવવાનું કામ શરૂ થાય તે પહેલા જ હંગામો જાેવા મળી રહ્યો છે. કેટલાક સ્થાનિક નેતાઓ અને રહીશો સ્ઝ્રડ્ઢ ના બુલડોઝર ચાલે તે પહેલા જ તેની આગળ બેસી ગયા અને જાેરજાેરથી એમસીડી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. હાલ તો જાેકે આ લોકોને હટાવી લેવાયા છે અને બુલડોઝર આગળ વધી રહ્યુ છે. અતિક્રમણ હટાવવાનું કામ દિલ્હી પોલીસની હાજરીમાં કરાશે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સ્થિતિ જાેતા ત્યાં વધારાના સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરાયા છે. પોલીસની મદદ માટે ઝ્રઇઁહ્લના ૧૦૦ જવાન મોકલવામાં આવ્યા છે. છેલ્લે મળતી માહિતી મુજબ શાહીનબાગથી બુલડોઝર પાછા ગયા છે. કાર્યવાહીમાં એમસીડીએ ફક્ત એક બિલ્ડિંગ આગળના લોખંડના રોડને હટાવ્યો છે. આ રોડ રિનોવેશનના કામ માટે લગાવવામાં આવ્યો હતો.


