ન્યુદિલ્હી
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી ચોરીનો આ વીડિયો ઉજ્જૈનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ચોરીનો વીડિયો એક ચાલતી કારમાંથી એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક શખ્સ પીકઅપ ટ્રક પર લટકી રહ્યો છે અને તેનો સાથી બાઇક સાથે પીકઅપની પાછળ આવી રહ્યો છે. વીડિયોમાં તમે જાેશો કે, પીકઅપ પર લટકતો ચોર ચતુરાઈથી તાડપત્રી કાપીને એક કોથળો રસ્તા પર ફેંકી દે છે. આ પછી, પીકઅપમાંથી જ, તે બાઇક પર પાછો આવી જાય છે અને બાઈકની પાછળની સીટ પર બેસી જાય છે. ચાલતા પીકઅપ ટ્રકમાંથી આવી લાઈવ ચોરી તમે ભાગ્યે જ જાેઈ હશે. વીડિયો જાેઈને લાગી રહ્યું છે કે, તેઓએ પીકઅપમાંથી સિમેન્ટની ચોરી કરી છે. આ વીડિયો જાેયા બાદ લોકોને ધૂમ ફિલ્મની યાદ આવી જાય તે સ્વાભાવિક છે.બોલીવુડની લોકપ્રિય ફિલ્મ ‘ધૂમ’ આપણે બધાએ જાેઈ છે. જેમણે ફિલ્મ નથી જાેયું તેમને સોશિયલ મીડિયા પર ફિલ્મના ચોરીના સીન તો જરુરથી જાેયા હશે. પરંતુ તે ફિલ્મ હતી અને ચોરીનો સીન સ્ક્રિપ્ટમાં લખેલો હતો. પરંતુ તમે કલ્પના કરી શકો છો કે, આવી જ રીતે ચોરી હકીકતમાં પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને તમે ચોંકી જશો.


