Delhi

બિહારના લોકો આરડીજેના રાજને ક્યારે ભૂલી શકશે નહીં ઃ અમિત શાહ

નવીદિલ્હી
દેશના ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે દરમ્યાન આ પ્રાવસ દરમિયાન તેઓ બિહારના આરામાં કુંવર સિંહ વિજયોત્સવમાં સામેલ થયા છે. જગદીશપુર કિલ્લા પર તેઓ પુષ્પાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતા. જગદીશપુરમાં વિજયોત્સવ કાર્યક્રમમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા. વિપક્ષ પર તેમણે નિશાન સાધતા કહ્યું કે, બિહારના લોકો ઇત્નડ્ઢ ના રાજને ક્યારે ભૂલી શકશે નહીં. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે જ્યારે મને બિહાર યુનિટ અને નિત્યાનંદ રાયજીએ સમય માંગ્યો ત્યારે મને આ આશા ન હતી. તેમણે કહ્યું- હજારો લાખો લોકો ધ્વજ લઇને આ ભૂમિ પર રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરશે. તેમણે કહ્યું- હું ઘણા બધા કાર્યક્રમ અને રેલીઓમાં ગયો છું, પરંતુ રાષ્ટ્રભક્તિની ભાવના આજે જે અહીંયા જાેવા મળી રહી છે. હું આજે તે જાેઈને ખરેખરમાં નિશબ્દ છું. મેં મારા જીવનમાં આવો કાર્યક્રમ ક્યારે જાેયો નથી. ગૃહમંત્રીએ કહ્યું- આજે આપણે બધા અહીં બાબુ વીર કુંવર સિંહને શ્રદ્ધાજલિ અર્પણ કરવા આવ્યા છીએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીએ આઝાદીના ૭૫ માં વર્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો ર્નિણય કર્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બિહારે અગાઉની સરકારોને પણ જાેઈ છે. બિહારના લોકો ઇત્નડ્ઢ ના રાજને ક્યારે ભૂલી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમને ભેટમાં તલવાર આપવામાં આવી અને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ તલવાર હાથમાં લઇ લોકોને શુભેચ્છા પાઠવી હતી. જાે કે, આ દરમિયાન ગુલાબના ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો.

Amit-Shah-in-Bihar-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *