ન્યુદિલ્હી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) પ્રમુખ મોહન ભાગવતે (સ્ર્રટ્ઠહ મ્રટ્ઠખ્તુટ્ઠં) ગુરૂવારે નવી દિલ્હીમાં અખિલ ભારતીય ઇમામ સંગઠનના ડો ઉમેર અહમદ ઇલયાસી (ેંદ્બીિ છરદ્બીઙ્ઘ ૈંઙ્મઅટ્ઠજૈ) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઉમેર ઇલયાસીએ તેમને ‘રાષ્ટ્રપિતા’ અને રાષ્ટ્ર ઋષિ ગણાવ્યા છે. ઉમેર ઇલયાસીએ કહ્યુ કે મોહન ભાગવતનું અમારે ત્યાં આવવું એક સૌભાગ્યની વાત છે. તે ઇમામ હાઉસ પર આજે મુલાકાત કરવા આવ્યા અને તે અમારા રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર ઋષિ છે. તેમણે કહ્યું, દેશની એકતા, અખંડતા બનેલી રહેવી જાેઈએ, આપણી પૂજા કરવાની રીત અલગ હોઈ શકે છે અને તે પહેલા આપણે બધા મનુષ્યો છીએ અને આપણી અંદર માણસાઈ રહેવી જાેઈએ. આપણે ભારતમાં રહીએ છીએ એટલે ભારતીય છીએ. ભારત વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે આપણે બધાએ પ્રયાસ કરવો જાેઈએ. ઉમેર ઇલયાસી દ્વારા ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા પર, પૂછાયેલા સવાલ પર તેમણે ફરી કહ્યું કે તે આપણા દેશના રાષ્ટ્રપિતા છે. આ સાથે ઉમેર ઇલયાસીના ભાઈ શોએબ અલયાસીએ કહ્યુ, પિતાજીનો સંઘ સાથે જૂનો સંબંધ રહ્યો છે. આ પરંપરા હેઠળ મૌલાના જમીલ ઇલયાસી જીની વરસી પર તે મસ્જિદ આવ્યા હતા. આ પારિવારિક કાર્યક્રમ હતો અને તેને તે રીતે લેવો જાેઈએ. હિન્દુ-મુસ્લિમ સદ્ભાવના રહે છે અને તેમણે થોડા દિવસ પહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ સાથે પણ મુલાકાત કરી હતી, તે પહેલા પણ મુસ્લિમ લોકોને મળતા રહ્યાં છે. હકીકતમાં ઇમામ ઇલયાસીને મળવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત ગુરૂવારે દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદમાં તેમના કાર્યાલયમાં પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન મુસ્લિમ સમુદાયના અન્ય નેતા હાજર રહ્યાં હતા. આ બેઠક વિશે જાણકારી આપતા આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક સમાજ અને જીવનના વિવિધ પ્રકારના લોકોને મળે છે. આ પણ સતત ચાલનારી સંવાદ પ્રક્રિયાનો ભાગ છે.


