Delhi

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો ર્નિણય માન્ય રાખ્યો

નવીદિલ્હી
કેન્દ્રીય વિદ્યાલયના પહેલા ધોરણમાં પ્રવેશ માટે હવે લઘુત્તમ વય મર્યાદા છ વર્ષની રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ર્નિણયને માન્ય રાખ્યો છે. દ્ભફજીના આ ર્નિણયને પહેલા હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એટલે કે સત્ર ૨૦૨૨-૨૩માં ફક્ત તે જ બાળકોને પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ઓછામાં ઓછી ૬ વર્ષ છે. પહેલા ધોરણ ૧માં ૫ વર્ષના બાળકોને પ્રવેશ મળતો હતો. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના ૧૧ એપ્રિલના ચુકાદાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે અમે પણ હાઈકોર્ટે આપેલા ર્નિણય પર તેમની સાથે સહમત છીએ. દ્ભફજીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ધોરણ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય વધારવામાં આવી છે. દ્ભફજીએ દલીલને પણ રદિયો આપ્યો કે ર્નિણયથી શિક્ષણ અધિકાર કાયદાનું ઉલ્લંઘન થયું છે. દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘીના નેતૃત્વ હેઠળની બેન્ચે સિંગલ જજના આદેશને પડકારતી પાંચ વર્ષની યુકેજી વિદ્યાર્થીની અપીલને ફગાવી દીધી હતી. સિંગલ જજે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય અગાઉની જેમ પાંચ વર્ષ કરવાની માંગ કરતી વિદ્યાર્થીનીની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ રેખા પલ્લીએ ૧૧ એપ્રિલે કેન્દ્રીય વિદ્યાલયમાં આગામી શૈક્ષણિક સત્ર માટે ધોરણ એકમાં પ્રવેશ માટે છ વર્ષના લઘુત્તમ વય માપદંડને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી. જસ્ટિસ સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે કહ્યું કે તે અપીલકર્તાની દલીલ સાથે સહમત નથી કે ઉંમરમાં અચાનક ફેરફાર થયો છે. ખંડપીઠે કહ્યું હતું કે જાે બાળક પાંચ વર્ષનું છે અને તેની વય મર્યાદા છ વર્ષ કરવામાં આવી છે. તો આમાં અચાનક શું છે? આવતા વર્ષે તક આપવામાં આવશે.’ કોર્ટે કહ્યું હતું કે અપીલકર્તા આગામી વર્ષે ધોરણ એકમાં પ્રવેશ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં અરજી કરવા માટે હકદાર હશે અને આ વર્ષે તે અન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકે છે જેણે હજી સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો નથી.

Suprim-Court-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *