Delhi

હવે દેશમાં જાેવા મળશે આધુનિક સ્કૂલ, પીએમ-શ્રી યોજનાને કેબિનેટની મંજૂરી

નવીદિલ્હી
કેન્દ્રીય કેબિનેટે શિક્ષણ મંત્રાલયની ‘પીએમ શ્રી’ (ઁસ્ જીૐઇૈં) હેઠળ એક નવા પ્રોજેક્ટમાં સ્કૂલોને અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (ઁસ્ દ્ગટ્ઠિીહઙ્ઘટ્ઠિ સ્ર્ઙ્ઘૈ) શિક્ષક દિવસ પર તેની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશભરની ૧૪,૫૦૦ સ્કૂલોના વિકાસ અને કાયાકલ્પ કરવામાં આવશે. સાથે કેટલીક નવી સ્કૂલ બનાવવામાં આવશે. કેબિનેટની બેઠકમાં દેશભરમાં ૧૪૫૦૦ સ્કૂલોને અપગ્રેડ કરવાના ર્નિણયને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલોને પીએમ-શ્રી સ્કૂલ યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલોમાં કેન્દ્‌હીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને પણ સામેલ કરવામાં આવશે. આ સિવાય કેબિનેટે રેલવેની જમીનને લોન્ગ ટર્મ માટે લીઝ પર ઉઠાવવાનો પણ ર્નિણય કર્યો છે. પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્ક હેઠળ આ જમીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ જમીનો પર આગામી ૫ વર્ષમાં ૩૦૦ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આગામી ૯૦ દિવસમાં પીએમ ગતિ શક્તિ યોજના પર અમલ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે ૨૭૩૬૦ કરોડના ખર્ચથી ૨૦૨૨થી ૨૦૨૭ સુધી ૧૪૫૦૦ સ્કૂલોની ગુણવત્તાને વધારવામાં આવશે. આ હેઠળ દરેક બ્લોકમાં બે સ્કૂલોની ગુણવત્તા વધારવામાં આવશે. સ્કૂલોની પસંદગી રાજ્ય સરકારો સાથે વાતચીત બાદ કરવામાં આવશે. સ્કૂલની ગુણવત્તાને જાેઈને કોઈપણ સ્કૂલની પસંદગી થશે. આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય છે કે સ્કૂલોમાં ગુણાત્મક વૃદ્ધિ થાય. પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ઈઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ ર્ઁઙ્મૈષ્ઠઅ) એ હાલના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રમાં ફેરફાર કર્યો છે. વિશ્વાસ છે કે પીએમ-શ્રી યોજનાથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે અને અભ્યાસના ક્ષેત્રમાં ખુબ મદદ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શરૂ થઈ હતી. તેનો ઇરાદો સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સિસ્ટમમાં સુધાર કરવાનો હતો, જેથી બાળકોને વધુ સુવિધા મળી શકે. પીએમ મોદીએ કહ્યુ કે પીએમ-શ્રી યોજના પણ સ્કૂલોમાં શિક્ષણ પ્રદાન કરવાની એક આધુનિક, પરિવર્તનકારી અને સમગ્ર રીત હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *