નવીદિલ્હી
અલીગઢમાં સમાજવાદી પાર્ટીના નેતા રૂબીના ખાને હિજાબ પ્રકરણને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે જે લોકો હિજાબ પર હાથ મૂકશે તેઓના હાથ કાપી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત વિવિધતાનો દેશ છે, કપાળ પર તિલક છે, શરીર પર હિજાબ કે પાઘડી છે. પણ બહેન-દીકરીઓના સ્વાભિમાન પર હાથ નાખશો તો ઝાંસીની રાણી અને રઝિયા સુલતાન બનીને તેમના હાથ કાપી નાખીશું. સમાજવાદી પાર્ટીના નેતા રૂબીના ખાને કહ્યું કે બુરખો હોય કે હિજાબ, આ બધું આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું અભિન્ન અંગ છે. તેમના પર રાજનીતિ કરીને વિવાદ ઉભો કરવો એ નીચતાની પરાકાષ્ઠા ગણાશે. રૂબીના ખાને કહ્યું કે મહિલાઓને કમજાેર સમજવાની ભૂલ ક્યારેય ન કરો. આમાં સરકાર ગમે તે પક્ષની હોય, જાે તેમની બહેન-દીકરીઓનું સ્વાભિમાન તેમના હાથમાં મૂકવામાં આવે તો તેમને ઝાંસીની રાણી અને રઝિયા સુલતાન બનતા વાર નહીં લાગે. હિજાબ પહેરવાના વિવાદને કારણે કર્ણાટકમાં શરૂ થયેલો વિરોધ હવે રાજ્યની ઘણી વધુ શાળા કોલેજાેમાં ફેલાઈ ગયો છે. કોલેજ કેમ્પસમાં પથ્થરમારાની ઘટનાઓએ પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી, જેના કારણે અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે જ કર્ણાટક હાઈકોર્ટે વિવાદ વચ્ચે હિજાબ પહેરવાની માંગણી કરનારાઓને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આ મામલે ર્નિણય ન આવે ત્યાં સુધી શાળા-કોલેજાેમાં ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી શકાશે. આ કેસની આગામી સુનાવણી હવે સોમવારે થશે.કર્ણાટકમાં હિજાબનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મળતી માહિતી મુજબ, હિજાબ વિવાદનો પડઘો યુપીના અલીગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે આ મામલો સતત વેગ પકડી રહ્યો છે. કર્ણાટકના ઉડ્ડુપીની સરકારી કોલેજમાં હિજાબ પર પ્રતિબંધના વિરોધમાં અલીગઢમાં દેખાવો શરૂ થઈ ગયા છે.


