Delhi

૯૨ની જેમ હવે ૨૨માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું ઃ ધારાસભ્ય સંગીત સોમ

નવીદિલ્હી
મેરઠના જ્વાલાગઢ ચોક પર આયોજીત મહારાણા પ્રતાપની જયંતિ સમારોહનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા સંગીત સોમ આ વીડિયોમાં કહી રહ્યો છે કે તેમને તે દિવસે સમજી જવું જાેઈએ કે જ્યારે વર્ષ ૧૯૯૨માં એક ખંડર રૂપી મસ્જિદને ધ્વસ્ત કરી હતી. સમજી જવું જાેઈએ કે દેશ કઇ બાજુ જઈ રહ્યો છે. સમજી જવું જાેઇએ કે કારસેવકોએ આ મસ્જિદને આજે ધ્વસ્ત કરી છે. હવે હિન્દુસ્તાન આ પ્રકારની એકપણ મસ્જિદ છોડવા જઈ રહ્યો નથી ભાઈ. સંગીત સોમ કહે છે કે રામલલ્લા વર્ષો તિરપાલમાં રહ્યા અને એક દિવસ જ્યારે લોકોની ધીરજ તુટી તો તથાકથિત મસ્જિદની એકપણ ઇટની ખબર ન પડી. તે કહે છે કે તે ૯૨ હતું…આ ૨૨ છે. ઔરંગઝેબ જેવા લોકોએ મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી. હવે મંદિર પાછો લેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે બનારસમાં ભગવાન કાશીનાથનું મંદિર બનાવવામાં આવશે. હવે કાશીનાથ મંદિરને તે રૂપમાં લાવવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદને ધ્વસ્ત કરીને ભગવાન ભોલેનાથનો પરિવાર વસાવીને સંપૂર્ણ મંદિર બનાવવામાં આવશે. આ કાર્યક્રમની તસવીર શેર કરતા સંગીત સોમના ટિ્‌વટર હેન્ડલથી પણ લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબ જેવા લોકોએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી. ૯૨માં બાબરી અને ૨૨માં જ્ઞાનવાપીનો વારો છે. મુસલમાન આક્રાંતાઓએ મંદિર તોડીને જે મસ્જિદ ઉભા કરી તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. જાેકે સંગીત સોમનું આ હેન્ડલ વેરિફાઇ નથી.ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનો એક વિવાદિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જ્ઞાનવાપી મસ્જિદને ધ્વસ્ત કરવાની વાત સાંભળી શકાય છે. આ વાયરલ વીડિયોમાં સંગીત સોમે કથિત રુપથી કહ્યું છે કે ૧૯૯૨માં બાબરી મસ્જિદની જેમ હવે ૨૦૨૨માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું.

Statewide-scam-of-forged-certificate-of-course-caught-1-arrested.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *