પાલનપુર
શક્તિપીઠ અંબાજી મંદિર મંગળવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ દર્શનાર્થીઓને કોરોના ગાઈડ લાઈન અનુસાર દર્શન કરવાના રહેશે. તેમજ ૧૮ વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓ માટે ઓન લાઈન બુકીંગ કરાવવાનું રહેશે. આ બુકિંગમાં દર્શનાર્થીઓને અંબાજી મંદિરની વેબ સાઇટ પર રસીકરણના સર્ટી સહિત ડોક્યુમેટ અપલોડ કરવાના રહેશે. નોંધનીય છે કે કોરોનાના લીધે છેલ્લા વીસ દિવસથી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરોના કેસ ઘટતા ફરી એકવાર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર શક્તિપીઠ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી માતાજીના દર્શન કરી શકશે. સાથે સાથે ઓનલાઇન બુકિંગ કરવાનું રહેશે. ઓનલાઇન બુકિંગમાં જે બુકિંગ સિસ્ટમ છે તેમાં વ્યક્તિને વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોએ બે ડોઝ લીધા નહીં હોય એ લોકોનું રજીસ્ટ્રેશન થશે નહીં. સાથે સાથે એ લોકોએ વેક્સિનના બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર અમારા પ્રવેશ દ્વાર પર પણ ચેક કરવાનું રહેશે.


