Gujarat

અમદાવાદના ૭૦ ચોરસમીટરની રહેણાંક મિલકતોને ટેક્સમાં ૨૫ ટકા રાહત અપાશે

અમદાવાદ
વર્ષ ૨૦૨૦માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવાયેલા નવા વિસ્તારો બોપલ-ઘુમા, ચિલોડા જેવા વિસ્તારોને ટેક્સમાં રાહત આપવાની જાેગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નવા કેટલાક ફ્લાયઓવર અને અન્ડરપાસની જાેગવાઈ કરાઈ છે. કોર્પોરેટર, કમિટી ચેરમેન અને ડે.ચેરમેન ના સ્પેશ્યલ બજેટમાં વધારાની પણ જાેગવાઈ કરાઈ છે. નવી પાણીની ટાંકીઓ, ડ્રેનેજ લાઈન અને નવા રોડ બનાવવા, ટકાઉ રહે એવા પ્લાસ્ટિક મટીરીયલ રોડ બનાવવા માટે ખાસ નાણાંકીય જાેગવાઈ કરાઈ છે. અ.મ્યુ.કો. હદ વિસ્તારમાં સમાવેશ થયેલ નવા વિસ્તારો બોપલ-ઘુમા મ્યુનિસિપાલિટિ, ચીલોડા નરોડા (સીટી) ગ્રામ પંચાયત, કઠવાડા ગ્રામપંચાયતનો અનુક્રમે દક્ષિણ-પશ્ચિમઝોન, ઉત્તરઝોન, તથા પુર્વઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સનાથલ, વિશાલપુર, અસલાલી, ગેરતનગર, બીલાસિયા, રણાસણ, ખોડિયાર તથા નાના ચિલોડા, કઠવાડા વગેરે જેવા વિસ્તારોપણ સામેલ છે. આ તમામ વિસ્તારોને શીડયુલ-એ, પ્રકરણ-૮ ના નિયમ ૮ (છ) મુજબ વળતર આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *