અમરેલી
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો સાથે પરિવાર વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં ધોળા દિવસે ડાલામથો સિંહ આવી ચડ્યો હતો, જેને લઈ અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન સિંહ અચાનક ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પસાર થયો હતો. જાેકે કોઈ પ્રકારનો હુમલો કર્યો નહોતો અને એ આરામથી અહીંથી પસાર થઈ જતો રહ્યો હતો. થોડીવાર માટે અહીં આ નજારો જાેનારાના જીવ તાળવે ચોંટ્યા હતા. બધા ડરી ગયા હતા અને બૂમાબૂમ કરી હતી. જાેકે હુમલાની કોઈ ઘટના ન બનતાં તમામે રાહત અનુભવી હતી. આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને આ પ્રકારનાં ભયાનક દૃશ્યો કહી શકાય એમ ધોળા દિવસે સિંહ ઝૂંપડપટ્ટીમાંથી પસાર થયો હતો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો ગમે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લટારો મારતા જાેવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જાફરાબાદના ટીંબી ગામમાં ઝૂંપડપટ્ટીમાં ધોળા દિવસે સિંહ ઘૂસ્યો હતો. આ પ્રકારનાં દૃશ્યો પ્રથમ વખત જાેવા મળી રહ્યાં છે.
