અમરેલી નો યુવાન જયદીપ યુક્રેન થી પરત ફરતા વડિયા ના ભાયવદર મુકામે તેમના દાદા (સુરાપુરા ) દેવ મંદિર મકનબાપા ના પહેલા દર્શન કર્યા બાદ પોતાના ઘરે ગયો..
જયદીપ રજનીભાઈ બુધેલીયા રહેવાસી શિવવદના સાઈ નગર સોસાયટી એરપોર્ટ ની સામે ચિતલ રોડ અમરેલી એમ.બી.બી.એસ થર્ડ માં અભ્યાસ અર્થે ukraine ટરનોપીલ સ્ટેટ મેડીકલ યુનિવર્સિટી માં અભ્યાસ અર્થે ગયેલ હતા..
આકસ્મિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોવાથી તેઓ એ પૂજ્ય મકન બાપા ને આજે પ્રાર્થના કરી અને કહ્યું હતું કે બાપા તમે મને હેમખેમ ઘરે પરત પહોંચાડશો તો હું ઘરે ગયા પહેલા ભાયાવદર પૂજ્ય મકાન બાપા તમારા ચરણોમાં નમન કરી અને પછી હું
મારા ઘરે જઈશ તેઓએ એવો સંકલ્પ કરેલ કે (મકન બાપા સેવાધામ ભાયાવદર કુકાવાવ ચોકી પાસે ) ભાયાવદર ગામ તેઓ મકન બાપા ના દર્શન કરી અને પછી તેમના વતન મૂળ ગામ ઘરે પરત ફરશે મકન બાપા જો મને હેમખેમ પાછા ઘરે લાવશે તો હું પહેલા ભાયાવદર મકન બાપાના દર્શન કરી પછી હું મારા ઘરે જઈશ
પરિવાર ના લોકો પણ ભાયાવદર મુકામે પહોંચ્યા અને જયદીપ નું સ્વાગત સન્માન કરાયું…
જયદીપ ના માતા અને પિતા ભાવ વિભોર બની ગયા ગળે મળી રડી પડ્યા….
કુટુંબ ના સગા વ્હાલા પણ સ્વાગત માં જોડાયા..
રિપોર્ટ રજૂ કારીયા વડીયા


